2 થી 3 જાણ માટે મિલેટસ ખીચડી બનવવા માટે દોઢ કપ મિલેટ અને દોઢ કપ મિક્સ દાળ લેવી, અને પાણી વડે ધોઈ લેવા અને અડધો કલાક પલાળી રાખવા, ત્યાર બાદ બધુ પાણી નિતારી લેવું અને કૂકર માં દોઢ ચમચી ઘી ગરમ કરવું, ઘી મા ખીચડી વઘારવાથી ટેસ્ટ ખુબ સારો આવશે
ત્યારબાદ એમાં એક તમાલપત્ર, એક ચમચી જીરું, પા ચમચી હિંગ, તીખું જેટલું ખાતા હોય એના સ્વાદ અનુસાર ચોપ કરેલ લીલુ મરચું, મીઠો લીમડો અને એક ચમચી લસણ આદુની પેસ્ટ ઉમેરવી, અને બરોબર સાંતડવું, ત્યારબાદ એક ચોપ કરેલી ડુંગળી ઉમેરી બરોબર મિક્સ કરવું, ડુંગળીનો થોડો કલર બદલાય પછી એમાં એક મીડીયમ સાઈઝ માં કાપેલું બટકું ઉમેરવું,જો કોઈ ડાયાબિટીસ દર્દી હોય તો બટાકાનો ઉપયોગ ન કરવો ત્યાર પછી એમાં સમારેલું એક ગાજર, કેપ્સિકમ, એક વટાણા અને અન્ય કોઈ ભાવતું શાકભાજી ઉમેરી શકો છો.
હવે એને મિક્સ કરી 5 મિનિટ ગરમ થવા દેવું ત્યાર પછી આપણે વોશ કરેલ મિલેટસ અને દાળને ઉમેરી મિક્સ કરીશું. હવે તેમાં એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું અને મીઠુ સ્વાદ અનુસાર ઉમેરીશું, હવે એમાં 4 કપ પાણી ઉમેરી બરોબર મિક્સ કરવું હવે કુકર નુ ઢાંકણું બંધ કરી સ્લો ગેસ પર 7 થી 8 વીસલ વાગવા દેવી. ત્યાર બાદ પછી ગેસ બંધ કરીને કુકર ઠંડુ પડ્યા પછી ખીચડી કઢી કે દહીં સાથે ખાઈ શકો છો. માત્ર થોડીક મિનિટોમા ખીચડી તૈયાર થશે.ખાવામાં ખુબ હેલ્થી અને ટેસ્ટફુલ રહેશે.
Reporter: admin