ઘરમાં વડીલ થી લઈને નાના બાળક ને કબજિયાત ની સમસ્યા હોય છે, કોઈક વાર બહાર નુ ખાવાથી પણ કબજિયાત રહેતી હોય છે. એના માટેના ઘરેલુ ઉપાય કરી શકાય છે, જેના માટે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નઈ પડે કે ના કોઈ દવા લેવાની જરૂર નઈ પડે.
- પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડશે અને કબજિયાત મટી જશે.
-રાત્રે સહેજ ગરમ પાણીમા થોડું મીઠુ નાખી પીવાથી કબજિયાત મટે છે.
-નરણા કોઠે સવારે હુંફાડુ પાણી પીવાથી રાહત મળે છે.
-કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમા પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળીને ગાળી પાણી પીવાથી કબજિયાત જડમુડ માથી મટે છે.
-રાત્રે એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી કબજિયાતમા રાહત મળે છે.
- તુલસીના ઉકાળામા સિંધવ મીઠુ અને સૂંઠ નાખી ફાકી જવાથી રાહત મળે છે.
-અજમાના ચૂર્ણમાં સંચર નાખી ફાકી જવાથી રાહત મળે છે.
-દૂધ સાથે વરિયાળી ફાકવાથી કબજિયાત મટી જાય છે.
Reporter: admin