વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ કોમર્સના પ્રથમ વર્ષના પ્રવેશ ના મામલે ચાલી રહેલી લડતના ભાગરૂપે આજ રોજ વડોદરા સીટીઝન ફોરમ દ્વારા એમ એસ યુનિવર્સિટીના ચાન્સલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ ને મેઇલ કરીને મળવાનો સમય માંગણી કરવામાં આવી હતી
જેને અનુલક્ષીને આજરોજ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વડોદરા સીટીઝન ફોરમ ની કોર કમિટીની ટીમ વડોદરા ના રાજમાતા અને એમ એસ યુનિવર્સિટીના શુભાંગીની રાજેદેવી ગાયકવાડને મળવા આવી પહોંચ્યા હતા આ મીટીંગ નો મુખ્ય અજેન્ડા અને હેતુ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી માં પ્રથમ વર્ષના પ્રવેશ પ્રક્રિયા મુદ્દે યુનિવર્સિટીની સ્વાયત્તતા સહિતના અન્ય ગંભીર મુદ્દાઓના ટાંકીને એની ચર્ચા કરી તેનું કઈ રીતે નિરાકરણ આવી શકે તેવા પ્રયત્ન દ્વારા શરૂ કરવામાં આવ્યા છે
ત્યારે વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી રાજેશ ગાયકવાડ દ્વારા પણ વડોદરા સીટીઝન ફોરમ ની કોર કમિટીની ટીમને આ તમામ મુદ્દે આ સ્વસ્થ કરવામાં આવ્યું છે અને વહેલી તકે આ મુદ્દા ઉપર નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.એડવોકેટ શીતલ ઉપાધ્યાય, એમએસ યુનિવર્સિટી ના પૂર્વ નેતા નરેન્દ્ર રાવત અમીબેન રાવત, એડવોકેટ હિતેશ ગુપ્તા, તપનદાસ ગુપ્તા સહિતના વડોદરા સીટીઝન ફોરમના કોર કમિટી મેમ્બર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus