News Portal...

Breaking News :

ફાયર NOC નહીં હોવાથી HDFC કાલાઘોડા બ્રાંચને બેંકના બધા જ કર્મચારીઓને બહાર કાઢીને બેંકને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ

2024-06-25 17:18:45
ફાયર NOC નહીં હોવાથી HDFC કાલાઘોડા બ્રાંચને બેંકના બધા જ કર્મચારીઓને બહાર કાઢીને બેંકને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ


શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી એચડીએફસી બેંકને ફાયર ઓનઓસી નહીં હોવાને કારણે સીલ મારી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. બેંકને સીલ મારવાની કામગીરી શરુ થતા જ બેંકનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો.


બેંકિંગ ટાઈમમાંથી ફાયર બ્રિગેડની ટીમે સીલીંગની મજબૂત કાર્યવાહી કરતા નારાજગી જોવા મળી હતી. બેંકમાંથી સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારપછી બેંકનું કામ બંધ કરાવીને એને સીલ મારી દેવામાં આવી હતી.રાજકોટના અગ્નિકાંડ બાદ આખાય રાજ્યમાં ફાયર સેફ્ટીના મામલે કડક કાર્યવાહી થઈ રહી છે. જેના ભાગરૂપે વડોદરા ફાયર બ્રિગેડે આજે આખેઆખી એચડીએફસી બેંક બંધ કરાવી દેતા ખળભળાટ મચી ગયો હતો. વાત એવી હતી કે, વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસેની એચડીએફસી બેંક પાસે ફાયર એનઓસી ન હતુ. જેથી ફાયર બ્રિગેડે એને નોટિસ આપી હતી. જોકે, બેંક સત્તાવાળાએ ફાયર બ્રિગેડની નોટિસને ગણકારી ન હતી. એટલે ફાયર બ્રિગેડે એનુ વીજ કનેક્શન કાપી નાંખ્યુ હતુ. તેમ છતાંય ફાયર એનઓસીનો પ્રોસેસ કરવાને બદલે બેંક સત્તાધીશોએ જનરેટરથી લાઈટો ચલાવીને બેંક ચાલુ રાખી હતી.


જોકે, આ બાબતની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ આજે એચડીએફસી બેંક પહોંચી હતી. બેંકિંગ અવર્સ હતા એટલે એમાં બધા જ ડિપાર્ટમેન્ટમાં કામકાજ ચાલુ હતુ. ગ્રાહકો પણ બેંકમાં હાજર હતા. આવા સંજોગોમાં બેંકમાં પહોંચેલી ફાયર વિભાગની ટીમે પહેલા તો બેંકના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લીધી હતી. ત્યારપછી ફાયર એનઓસીના પ્રોસિજર વિષે જાણકારી મળવી હતી. અને પછી જનરેટર બંધ કરાવીને વીજ પુરવઠો ખોરવી નાંખ્યો હતો. ત્યારબાદ બેંકના કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપીને આખીય બેંકને ખાલી કરાવી દીધી હતી. ત્યારપછી એમાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ચાલુ બેંક બંધ કરાવવાનું હિંમતભર્યું કાર્ય કરવા બદલ ફાયર બ્રિગેડને લોકોના રોષનો ભોગ પણ બનવુ પડ્યુ હતુ. જોકે, કોઈની પણ ટીકાની પરવા કર્યા વિના ફાયર બ્રિગેડે પોતાનુ કામ કર્યું હતુ. અને એચડીએફસી બેંકને બંધ કરાવી દીધી હતી.

Reporter: News Plus

Related Post