News Portal...

Breaking News :

મહેંગાઈ ડાયણ ખાયે જાત હૈ... શાળાઓ શરુ થઇ અને શિક્ષણ સામગ્રી મોંઘી બની નોટબુક, ચોપડા સહિતની સામગ્રીમાં 10 થી 15 ટકાનો વધારો સ્કૂલ વણના ભાવમાં પણ વધારો થતા સાવલીના વાલીઓ પરેશાન

2024-06-12 18:46:42
મહેંગાઈ ડાયણ ખાયે જાત હૈ... શાળાઓ શરુ થઇ અને શિક્ષણ સામગ્રી મોંઘી બની  નોટબુક, ચોપડા સહિતની સામગ્રીમાં 10 થી 15 ટકાનો વધારો સ્કૂલ વણના ભાવમાં પણ વધારો થતા સાવલીના વાલીઓ પરેશાન





શાળાઓ શરુ થઇ રહી છે અને વાલીઓ ઉપર આ મહિને બોજો પણ વધ્યો છે. શાળાઓ ખુલતાની સાથે જ નોટબુક, ચોપડા, દફતર, સ્કૂલ યુનિફોર્મ સહિતની સામગ્રી ખરીદવી પડે છે. આ વર્ષે આ તમામ સામગ્રીમાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાવલી પંથકના વાલીઓમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. 




એક તરફ આવક વધી નથી રહી તો બીજી તરફ મોંઘવારીના કારણે જાવકમાં વધારો જ થતો જાય છે. તેવામાં હવે શાળાઓ શરુ થઇ રહી છે. ત્યારે વાલીઓ ઉપર આ મહિને વધારાનો બોજો જોવા મળી રહ્યો છે. શાળાઓ શરુ થતા વાલીઓએ નોટબુક, ચોપડા, દફતર, સ્કૂલ યુનિફોર્મ સહિતની સામગ્રી ખરીદવી પડે છે. અને તે ખરીદવા સાવલી પંથકમાં ભારે ભીડ જોવા મળી રહી છે. 



બજારોમાં ભીડ ઉમટી રહી છે. જો કે આ વખતે તમામ ચીજવસ્તુઓમાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે આ મહિને વાલીઓનું ભારણ વધ્યું છે. તો સ્કૂલ વાનના ચાર્જમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. પ્રતિ માસ 100 થી 200 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ત્યારે કેટલાકના મનમાં એમ પણ છે કે ચૂંટણી પુરી થઇ એટલે હવે મોંઘવારી વધશે. જો કે ગમે તેમ કરીને વાલીઓ પોતાન અબાલકોને ભણાવવા માટે મજબુર થઇ રહ્યા છે.

Reporter: News Plus

Related Post