News Portal...

Breaking News :

મેગા જોબ ફેર-૨૦૨૪ સાવલી ખાતે ની કે જે આઈટી કેમ્પસમાં તા. 13 જુનથી 15 જુન આયોજન કરાયું

2024-06-14 10:25:40
મેગા જોબ ફેર-૨૦૨૪ સાવલી ખાતે ની કે જે આઈટી કેમ્પસમાં તા. 13 જુનથી 15 જુન  આયોજન કરાયું


સાવલી ખાતે ની કે. જે. ઇન્સ્ટીટયુટ ઓફ એન્જિનિયરીગ એન્ડ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં વડોદરા એમ્પ્લોઇમેન્ટ વિભાગ દ્વારા  તા. 13 જુનથી 15 જુન  મેગા જોબ ફેર -  2024 નું આયોજન કરવામાં આવ્યું , આ ત્રિદિવસીય ફેરમા જરૂરી લાયકાત ધરાવતા અનેક યુવાનોને નોકરીની તક મળશે,


આ ત્રિદિવસીય જોબ ફેર અંગે K J I T કોલેજના સંચાલક ધર્મેશ પંડ્યા એ જણાવ્યું હતું કે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આઇ.ટી.આઇ., ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર, આઇ.ટી., કોપા, સિવિલ, સિવીલ ડ્રાફ્ટ્સમેન થયેલા ડિપ્લોમાં, ડિગ્રી કરેલા યુવાનો અને યુવતીઓ માટે આ જોબફેર મહત્વપૂર્ણ પુરવાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, નોકરી માટે ઇચ્છા ધરાવતા યુવાનોએ પ્રથમ નોકરી મળે તેણે સહર્ષ સ્વિકારી લેવા અનુરોધ કર્યો હતો. સાથે કહ્યું કે, જે કંપનીમાં જે પેકેજમાં નોકરીની શરૂઆત કરશો તો ફ્રેશરમાંથી નિકળી જશો. અને બાર્ગેનર બની જશો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સાવલી GIDC  સહિત દેશમાં અનેક કંપનીઓ આવી રહી છે. આ જોબફેરમાં KJIT માધ્યમ બની રહી છે તેનાથી હું ખૂશ છું. આ પાંચમો જોબફેર છે. અત્યાર સુધીમાં અનેક શિક્ષીત યુવાનોને તેમના સ્કિલ પ્રમાણે જોબ મળી છે. કોલેજ દ્વારા આવનારા સમયમાં પણ આવા જોબફેર કરતું રહેશે.આ પ્રસંગે સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, કોલેજોમાં જોબફેરના થઇ રહેલા આયોજનથી અનેક યુવાનોને રોજગારી મળી રહી છે. સાવલી તાલુકામાં મોટી જીઆઇડીસી છે. નવી અને સારી કંપનીઓ આવી રહી છે. આવનાર દિવસોમાં સાવલી તાલુકો રોજગારીમાં પ્રથમ હરોળમાં આવશે તેવો મને વિશ્વાસ છે.


આ જોબફેર અંગે એમ્પ્લોઇમેન્ટ એક્સચેન્જ વિભાગના મદદનીશ નિયામક  શ્રમ વિભાગના અધિકારી અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા યુવાનોને તેના સ્કિલ મુજબ નોકરી મળે તે માટે જોબફેરના આયોજન કરવામાં આવી રહ્યા છે. જોબફેરમાં વિવિધ કંપનીઓ ભાગ લેતી હોય છે. અને કંપની લાયક ઉમેદવારની પસંદગી કરે છે. 13 જુનથી 15 જુન ત્રણ દિવસ  KJIT કેમ્પસમા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લા સહિત વિવિધ શહેરના યુવાનોને લાભ મળશે.આ જોબફેર પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, ધર્મેશ પંડયા,  ભાજપના યુવા અગ્રણી કૌશલ દવે, એમ્પ્લોઇમેન્ટ અધિકારી અલ્પેશ ચૌહાણ, એપ્રેન્ટીસના તરુણ રાવલ, આશિષ શાહ,  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને જોબફેરનો લાભ લેવા માટે યુવાનોને અનુરોધ કર્યો છે.


Reporter: News Plus

Related Post