ડભોઇ : તાલુકા ચનવાડા ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર પ્રમોદભાઈ અને ડોક્ટરોની ટીમ તથા સ્ટાફ સાથે આવી હતી અને 60 વર્ષ ઉપરાંતની મહિલાઓને ખાસ તેમજ નાના બાળકો તમામને રજીસ્ટ્રેશન કરી ચેકઅપ કરી આશરે ૨૦૦ જેટલા દર્દીઓએ ફ્રી સેવાનો લાભ લીધો હતો. જેમાં જિલ્લાના મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ શશિકાંતભાઈ પટેલ યોગેશભાઈ અધ્યારૂ ડભોઇ શહેર મહિલા પ્રમુખ સોનલબેન કિશોર ભાઈ સોલંકી , સારીકાબેન સોની તાલુકાના સુધાબેન સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા માટે કામે લાગી ગયા હતા અને દર્દીઓએ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો
આ પ્રસંગે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, આપણા દેશના વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીનું જીવન સમગ્ર રાષ્ટ્ર માટે સેવા કાર્ય માટે સમર્પિત કર્યું છે. જેમના જન્મદિન નિમિત્તે 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલ છે જે નિમિત્તે આજરોજ તાલુકાના ચનવાડા ગામે મેડિકલ કેમ્પ તથા મેડિકલ ટીમ દ્વારા સુંદર મહેનત કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છે. આ કાર્યક્રમમાં માજી સરપંચ તેમજ આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.
Reporter: admin