વડોદરા : ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ પ્રથમ વખત 85000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે, જ્યારે નિફ્ટી 26000ના લેવલથી થોડે જ દૂર છે.
એનર્જી-ઓઈલ શેર્સમાં તેજી સાથે બીએસઈ ખાતે આજે વધુ 258 શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે.સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડે ખૂલ્યા બાદ ધીમી ગતિએ આગેકૂચ કરી રહ્યા છે. ફ્લેટ શરૂઆત બાદ 10 વાગ્યે ઉછાળો નોંધાતાં સેન્સેક્સ 85058.55 અને નિફ્ટી 25981.50ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.
નિફ્ટી 50 ખાતે ટ્રેન્ડ 50-50 જોવા મળ્યો હતો. એટલે કે 25 શેર્સ સુધારા તરફી અને 25 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 11.00 વાગ્યે નિફ્ટી 15.60 પોઈન્ટ ઉછળી 25954.65 પર, જ્યારે સેન્સેક્સ 38.59 પોઈન્ટ ઉછળી 84967.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
Reporter: admin