વડોદરા શહેર ચારે કોર વિકસી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા ગામોનો સમાવેશ કર્યા બાદ તેનો વિકાસ કરવામાં આવી રહ્યું છે ત્યારે નવા ડેવલપમેન્ટ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલનની બેઠક યોજવામાં આવી હતી રજાના દિવસે યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ વડોદરાનો વિકાસ વેગન્તો બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ઉપરાંત રાજકોટની ઘટના બાદ શહેરમાં વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા ચકાસણી પણ કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં વિકાસને વેગ કેવી રીતે આપવો તે માટે સંકલનની બેઠક શનિવારના રોજ મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, મેયર પિન્કી સોની, ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ બેઠકની સાથે સાથે ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પણ રજૂઆત કરી હતી જે અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શહેરના વિવિધ વિસ્તારમાં સ્પોર્ટ યુનિટી કોમ્પ્લેક્સ શાકમાર્કેટ ડેવલપમેન્ટ વિશે આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત કરોળિયા થી ઊંડેરા રેલવે બ્રિજ ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે તે માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી..
*મેયર -ડે મેયર વચ્ચે તું... તું... મેં...મેં..*
મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જવાબ મ્યુનિસિપલ કમિશનર મેયર અને ચેરમેન સાથે તેમના વિધાનસભામાં તો વિસ્તારની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને દંડક શૈલેષ પટેલ તેઓ ટ્યુશન ક્લાસીસ અને હાથી ખાના ના વેપારીઓ અને લઈને મ્યુનિસિપલ કમિશનર સાથે મીટીંગ કરવા માટે આવ્યા હતા. જોકે સૂત્રની જાણકારી મુજબ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મેયર - ચેરમેનને મિટિંગ માટે કોઈપણ પ્રકારની જાણ કરી ન હતી. ત્યારે મિટિંગ દરમિયાન ડેપ્યુટી મેયર અને દંડકે મેયરને કીધું કે તમે મીટીંગ બાબતે અમને જાણ કેમ કરી ન હતી. ત્યારે મેંયરે કીધું કે તમે જ્યારે ટ્યુશન ક્લાસીસ અને હાથીખાના ના વેપારીઓ લઈને આવો છો તો તો તમે મને જાણ કેમ ના કરી. તે બાબતે મેયર -ડે. મેયર વચ્ચે તું.. તું.. મેં.. મેં.. થઇ હતી. જોકે મેયર એ વડોદરાના પ્રથમ નાગરિક તેમના કોઈપણ પદાધિકારીઓએ જ્યારે નાગરિકોના હિતમાં મ્યુસીપલ કમિશનર સાથે મીટીંગ કરે તો મેયર ને જાણ કરવાની હોય છે.
જો કે અત્યારે લાગે છે કે પાલિકાની અંદર પણ જૂથબંધી વધી રહી છે. જ્યારે પાંચ પદા અધિકારીઓની વર્ણી થઈ હતી ત્યારે મનુભાઈ ટાવરમાંથી સભાસદોને કહેવામાં આવ્યું હતું કે મેયર તો શોભાના ગાંઠિયાની જેમ છે ડેપ્યુટી મેયર જ મેયર છે. તે વખતે મનુભાઈ ટાવર માં ચર્ચાનો વિષય બન્યો હતો તેમ જાણવા મળ્યું છે.
*ધારાસભ્યએ છાણી કેનાલ નજીકના ડેવલપમેન્ટ માટે પ્રેઝન્ટેશન આપ્યું*
મેયર પિન્કી બેન સોની એ જણાવ્યું હતું કે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા છાણી કેનાલની આસપાસ ડેવલપમેન્ટ કરી શકાય તે માટેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું તેમના પ્રેઝન્ટેશનમાં કેનાલની આસપાસ ગાર્ડન ઉપરાંત રમતગમતના સાધનો એક્ટિવિટી સહિતનું ડેવલપમેન્ટ કરી શકાય તેવું પ્રેઝન્ટેશન આપ્યું હતું આગામી સમયમાં તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ગ્રીન બ્લુ ડેવલપમેન્ટ કરવામાં આવશે જમીનનો ઉત્તમ ઉપયોગ કરાય તેવું આયોજન કરાશે ધારાસભ્ય તે અંગેની રજૂઆત કરી હતી...
*રજાના દિવસે પણ બે મહત્વની બેઠક મળી છે*
મ્યુ. કમિશનર દિલીપ રાણા એ જણાવ્યું હતું કે રજાના દિવસે સંકલનની બેઠક મળી હતી જેમાં બે મહત્વની બેઠક હતી એક છાણી વિસ્તારમાં ગ્રીનબેલ્ટ ઊભો કરવો રીવર ફ્રન્ટ ઊભું કરવું અને રમત ગમતના સાધનો ઊભા કરી શકાય આ ઉપરાંત ઉંડેરા કરોળિયા રેલવે રોડ ઉપર વિકાસ થઈ શકે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે ટ્યુશન ક્લાસીસ ને જે સીલ મારવામાં આવે છે તે ખોલવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેઓને સમજાવવામાં પણ આવ્યા હતા ફાયર સેફટીની સુવિધા સાથે તેઓ જરૂરી પુરાવા રજૂ કરશે ત્યારે તેમના સીલ ખોલી દેવામાં આવશે...
*કોઈપણ જાતના ભેદભાવ વગર કાર્યવાહી કરવામાં આવી રહી છે, નાગરી કોઈ પણ સાથ સહકાર આપવાની જરૂર :ચેરમેન*
સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય કેયુર રોકડિયાએ તેમના વિધાનસભાના મત વિસ્તારને લઈને મ્યુનિસિપલ કમિશનર સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં ટ્યુશન ક્લાસીસમાં સંચાલકો સાથે મીટીંગ થઇ હતી. ટ્યુશન ક્લાસીસ વડોદરા શહેરમાં પોળો અને સાંકડા રસ્તામાં ચાલતા હોય છે. એમના સ્ટુડન્ટો રોડ પર પાર્કિંગ કરતા નાગરિકો હેરાન થતા હોય છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ને જવાની પણ તકલીફ પડતી હોય છે. આવી વ્યાપક ફરિયાદો પણ કોર્પોરેશનને મળતી હોય છે. હરની બોટ કાંડ થયા પછી પણ ટ્યુશન ક્લાસીસો અને હોસ્પિટલોને સીલ મારવાની કાર્યવાહીઓ કરવામાં આવી હતી અને આ વાતને નવ મહિના થયા એ વખતે પણ તંત્ર દ્વારા તેઓ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સુરત માં તક્ષશિલા કાંડ થયો પબ્લિકમાં તેને ખૂબ ગંભીરતા હોય છે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ખાસ કરીને જે રિસ્કી જોન છે ગેમ ઝોન છે. જે જગ્યા પર પબ્લિકની અવર જ્વર વધારે હોય મોલોમાંથી જગ્યા પર ફાયર ના સાધનો ના હોય તેવા જગ્યા પર સીલ કરવા જોઈએ.આ કાર્યવાહી કોઈને હેરાન કરવાનો નથી પરંતુ આખો વડોદરા શહેરને સેફટી અને સિક્યુરિટી નાગરિકોના સાથ સહકારથી પ્રયાણ કરે એ જોવું જરૂરી છે. જ્યારે આવા કોઈ બનાવો બને ત્યારે તેના આક્ષેપ તંત્ર પર થતા હોય છે અધિકારી અને પદાધિકારીઓ પર થતા હોય છે. કઈ રીતે પરમિશન મળી એવા સવાલ ઉપર ઉઠતા હોય છે. વડોદરા શહેરનું તંત્ર આ બાબતે કડક છે. સાથે સહકાર આપવા પણ તૈયાર છે જેટલા બિલ્ડિંગમાં સીલ થાય છે એમની કાર્યવાહી પૂરી થઈ જશે તો એમના સીલ ખોલી દેવામાં પણ આવશે. આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જે લોકો સ્વતંત્ર ક્લાસીસ ચલાવે છે ફાયર એનઓસી છે અથવા નથી તો તેનો સમય આપવામાં આવે છે. તેને સીલ ખોલી દેવામાં આવશે જે ક્લાસીસ હાઈરાઈઝ બિલ્ડિંગમાં છે જે ફાયર ની સિસ્ટમની જરૂર છે ફાયરના પ્રોવિઝનલ છે એ પુરાની છે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં. તંત્ર સહકાર આપવા તૈયાર છે અને તેઓ નાગરિકોના સહકારની અપેક્ષા રાખી રહ્યા છે. નાગરિકોને વિનંતી છે કે જે કોર્પોરેશન કાર્યવાહી કરી રહી છે અત્યારે તેમને અઘરી લાગી રહી છે કોઈપણ જાતના ભેદભાવ વગર આ કાર્યવાહી કરવામાં આવે છે.
Reporter: News Plus