News Portal...

Breaking News :

પાંચ વર્ષ અગાઉ લાંચ માંગનાર તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એમ સિંધી સામે ફરિયાદ નોંધાઇ

2024-06-08 18:56:34
પાંચ વર્ષ અગાઉ લાંચ માંગનાર તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એમ સિંધી સામે ફરિયાદ નોંધાઇ




વર્ષ 2019 માં પોતાની ગાડીઓ છોડાવવા માટે ફરિયાદ આપ્યા બાદ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એમ સિંધીદ્વારા રૂપિયા 30,000 ની લાંચ ની માંગ કરવામાં આવી હતી જો કે તે સમયે છટકામાં ન આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે લાંચ માંગી હોવાની હકીકતો બહાર આવતા પાંચ વર્ષ બાદ તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.




મળતી વિગતો અનુસાર વર્ષ 2019 માં ફરિયાદી તથા તેઓના મિત્રોની ઝાયલો અને સ્વીફ્ટ ડિઝાયર ગાડી ભાડે ફેરવવા માટે અન્ય મિત્રોને આપી હતી પરંતુ આ મિત્રએ તેને બીજી જગ્યાએ ગીરવે મૂકી રોકડી કરી લીધી હતી જે કાર્યો પરત મેળવવા માટે માંજલપુર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી આ ગાડીઓ લક્ષ્મીપુરા પોલીસે કબજે કરી હતી અને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લવાઈ હતી આ ગાડીઓ છોડાવવા માટે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એમ સિંધીએ ફરિયાદી તથા તેમના મિત્ર પાસેથી બે ગાડીઓ છોડાવવા એક ગાડીના ₹15,000 લેખે ₹30,000 ની માંગ કરી હતી. ફરિયાદીએ આ અંગે લાંચ રુશ્વત વિરોધી શાખા નો સંપર્ક કરી છટકું ગોઠવ્યું. 



પરંતુ છટકા અંગે પોલીસ ઇન્સ્પેક્ટરને વહેમ આવી જતા તેઓએ લાંચની રકમ સ્વીકારી ન હતી અને લાંચનું છટકું નિષ્ફળ રહ્યું હતું જો કે આ અંગેની તપાસ ચાલી રહી હતી અને તેમાં બહાર આવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર એ પોતાના ફાયદા માટે રૂપિયા 30000 ની લાંચની માગ કરી હતી અને તેના એફએસએલના પુરાવાઓ પણ મેળવવામાં આવ્યા હતા. જે બાદ આ પુરવાર થતાં સાતમી જૂનના રોજ પાંચ વર્ષ બાદ તેઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Reporter: News Plus

Related Post