બુર્કિના ફાસો : માલીના અલ કાયદાથી સબંધિત અને બુર્કિના ફાસોમાં સક્રીય જમાત નુસરત અલ-ઈસ્લામ- વાલ-મુસ્લિમીન (JNIM)ના સદસ્યોએ બાઈક પર બરસાલોઘોના બાહરી વિસ્તારમાં ઘૂસતા જ ગ્રામીણોને ગોળી મારી દીધી હતી. સંયુક્ત રાષ્ટ્રએ લગભગ 200 લોકોના મોતનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ જેએનઆઈએમ એ દાવો કર્યો છે કે, અમે 300 લડાકુઓને ઠાર કરી દીધા છે. ફ્રાંસીસી સરકારે શુક્રવારે સુરક્ષા મૂલ્યાંકનનો હવાલો આપતા 600 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
પશ્ચિમી આફ્રિકાના બુર્કિના ફાસોના બરસાલોઘો શહેરમાં ઓગષ્ટમાં અલ કાયદા સાથે જોડાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવેલા હુમલામાં થોડા જ કલાકોની અંદર લગભગ 600 લોકોનો નરસંહાર કર્યો હતો. આ મૃતકોમાં વધારે પડતા બાળકો અને મહિલાઓ સામેલ હતા. 24 ઓગસ્ટના રોજ બરસાલોઘોના રહેવાસીઓને ખાઈ ખોદતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. પશ્ચિમી દેશમા ઈતિહાસમાં આ સૌથી ભયાનક હુમલામાંથી એક હતો. હકીકતમાં અલ કાયદાએ આતંકવાદ વિરુદ્ધ સેનાનું સમર્થન ન કરવાની ચેતવણી આપી હતી.
એક વ્યક્તિએ આ હુમલા અંગે મીડિયા સાથે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, હું એ લોકોમાં સામેલ હતો, જેમને સેનાએ ખાઈ ખોદવા માટે કહ્યું હતું. જ્યારે સવારે 11:00 વાગ્યે મેં પહેલી વખત ગોળીનો અવાજ સાંભળ્યો ત્યારે હું શહેરથી 4 કિમી દૂર હતો.
Reporter: admin