News Portal...

Breaking News :

આયુષ્માન કાર્ડ હોવાથી હૃદય રોગના હુમલામાં વડોદરાની નામાંકીત હોસ્પિટલમાં લાખો રૂપિયામાં થતી સારવાર વિનામૂલ્યે થઈ

2024-10-05 17:18:08
આયુષ્માન કાર્ડ હોવાથી હૃદય રોગના હુમલામાં વડોદરાની નામાંકીત હોસ્પિટલમાં લાખો રૂપિયામાં થતી સારવાર વિનામૂલ્યે થઈ


ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીઓના લાભ મળી રહે તે માટે નોંધારાનો આધાર અને વંચિતોના વિકાસને વરેલા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી વડોદરા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. 


જેમાં અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમોમાં લાભાર્થીઓ યોજનાકીય લાભો મળતા તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વાત પોતાના શબ્દોમાં વર્ણન કરે છે. વડોદરા જિલ્લાના મેઘાકુઈ ગામમાં રહેતા લાભાર્થી અંબાલાલ વણકરએ સરકારની યોજનાઓની પ્રશંસા કરતા જણાવે છે કે, મને ૨૦૦૬ માં હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારે ખાનગી હોસ્પિટલમાં ૧૦ દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. ૨૦૨૦ માં મને બીજીવાર હૃદય રોગનો હુમલો આવ્યો હતો. મારા પરિવારના લોકોએ મને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.


 ત્યાંથી મને આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યું. એ પછી હું જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો ત્યારે ત્યાંના ડોકટરે મને સારવાર માટેનો ખર્ચ રૂપિયા ૧ લાખ થી વધુ થશે એમ કહેતાં હું અને મારો પરિવાર ખુબ જ ચિંતામાં પડી ગયા હતા કેમ કે અમારા માટે આટલા બધા રૂપિયા કાઢવા એ અઘરી વાત હતી, ત્યાર બાદ અમે ડોકટરને અમારી પાસે આયુષ્ય માન કાર્ડ હોવાની જાણકારી આપી ત્યારે તેઓએ કહ્યું કે, આયુષ્યમાન કાર્ડના આધારે સારવાર વિના મૂલ્યે થઈ જશે. આમ, મારી સારવાર છેવટે આયુષ્યમાન કાર્ડના આધારે મારૂ આ બિલ ચૂકવાય ગયું. હવે કોઇપણ જાતની ચિંતા વગર અને એકેય રૂપિયો ખર્ચ કર્યાં વગર થઈ. હવે હું એકદમ સ્વસ્થ છું. તેમણે ઉમેર્યું હતું કે,જો આ કાર્ડ મારી પાસે ના હોત તો મારી જીંદગી જોખમાઈ જાત હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમારા જેવા ગરીબોના કલ્યાણ માટે શરૂ કરેલી અનેક યોજનાઓ આપી એ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.

Reporter: admin

Related Post