News Portal...

Breaking News :

એલવીપી ગરબા આયોજકોથી ખેલૈયાઓ નારાજ: તકલાદી પાસ હોવાના કારણે ગુમ થતાં હોબાળો

2024-10-05 16:47:43
એલવીપી ગરબા આયોજકોથી ખેલૈયાઓ નારાજ: તકલાદી પાસ હોવાના કારણે ગુમ થતાં હોબાળો


વડોદરા:  શહેરમાં હાલ રંગેચંગે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધંધાકીય ગરબા આયોજકોના મીસ મેનેજમેન્ટના કારણે ખેલૈયાઓને કડવો અનુભવ થઇ રહ્યા છે.


યુનાઇટેડ વે ગરબા બાદ હવે વડોદરાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા એલવીપી ગરબા આયોજકોથી ખેલૈયાઓ નારાજ છે. પાસ લટકાવવા માટે હલકી ગુણવત્તાની દોરી આપતા તે ગમે ત્યારે ગરબા રમતા પડી જાય છે. તે અંગે વાત કરવા જતા આયોજકોની ટીમ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે. જેથી ગરબાની બોક્સ ઓફીસ પર હોબાળો મચી રહ્યો છે. લક્ષ્મી વિલાસ ગરબાના આયોજકો દ્વારા ખેલૈયાઓનો આપવામાં આવેલા પાસ તકલાદી હોવાના કારણે દોરી તુટી જવાથી પાસ ખોવાઇ જવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી છે. એક જ પ્રકારની ઘટના અનેક લોકો સાથે બનતા પાસ લગાડવા માટે આપેલી દોરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે. 


આ સ્થિતીમાં આયોજકો દ્વારા લોકોને મદદ કરવા માટેનો કોઇ મધ્ય માર્ગ કાઢવાની જગ્યાએ તેમની પાસેથી પાસના વધુ પૈસા માંગવામાં આવી રહ્યા છે. જેના કારણે ખેલૈયાઓના સમય અને શક્તિનો પાસ કાઉન્ટર પર વેડફાટ થઇ રહ્યો છે.આયોજકોથી પરેશાન સર્વે ખેલૈયાઓએ જણાવ્યું કે, આ લોકોનું (LVP ગરબા આયોજકો) મેનેજમેન્ટ બોગસ છે, સર અમારા પૈસા ઝાડ પર ઉગતા નથી. મેં પહેલા રૂ.1500 આપીને પાસ ખરીદ્યો, હવે તેમની ભૂલના કારણે તે ખોવાઇ ગયો છે. હવે તેઓ ગરબા મેદાનમાં એન્ટ્રી માટે રૂ. 1000 વધારે માંગી રહ્યા છે. તે ખોટું છે. ગરબા રમતા રમતા કાર્ડ ખોવાઇ ગયું, દોરી તુટી ગઇ છે. મોટા ભાગના ખેલૈયાઓએ પાસ ગુમાવ્યા છે. અમે તેમને કહ્યું કે, અમારી ડિટેલ્સ તમને આપીએ છીએ. તે નાંખશો તો કાર્ડની વિગતો ઓટોમેટીક આવી જશે. પણ આ લોકોને અમારી પાસેથી પૈસા જોઇએ છે.અન્ય ખેલૈયાનો અલગ પ્રશ્ન હતો, તેણે મીડિયાને રજુઆત કરતા જણાવ્યું કે, મારી પાસે ગરબાની ખરીદીની રીસીપ્ટ છે. તેમણે મને કહ્યું આઇડી બતાવો, તો મેં બતાવ્યું છે. હવે તેઓ મારા પાસને નકારી રહ્યા છે. અને મારી પાસેથી પૈસા માંગી રહ્યા છે. જે બિલકુલ ખોટું છે.

Reporter: admin

Related Post