વડોદરા : નિ:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિન અંતર્ગત પ્રજ્ઞા ચક્ષુઓના પડતર પ્રશ્નો મુદ્દે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓની વિશાળ સભા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મુખ્ય મુદ્દાઓ નીચે જણાવ્યા મુજબ માંગ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને એસટી બસમાં બસ પાસ સહેલાઈથી અને યોગ્ય સમયે મળે ટૂંક સમયમાં મળે તેવી માંગ કરાઈ છે.સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને 50% રાહત આપવામાં માંગણી છે.રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ સરકારી કર્મચારીના દિવ્યાંગ સંતાનોને સહેલાઈથી પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે.
Reporter: admin