ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન. જીલ્લા કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરના ડોન બોસ્કો સ્નેહાલય માંજલપુર ખાતે "બેટી બચાઓ,બેટી પઢાઓ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ૧૦ ડિસેમ્બર સુધી (INTERNATIONAL DAY FOR THE ELIMINATION OF VIOLENCE AGAINST WOMEN) મહિલા વિરોધ થતી હિંસા નાબૂદી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અલ્પાબેન ગોડીયા,શ્રી પ્રણવભાઇ રાઠોડ (અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ) વડોદરા દ્વારા મહિલા લક્ષી યોજનાઓ વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી. તેમજ ડોન બોસ્કો સ્નેહાલના ફાધર જ્યોર્જ દ્વારા સંસ્થામાં થતી પ્રવૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સાથે મહિલા હેલ્પલાઇન ૧૮૧ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સભ્યો,મહિલા કર્મયોગી તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા મહિલાઓના કાયદાઓ તેમજ અધિકારો વિષે માર્ગદર્શન આપવામાં આવી હતી. તેમજ સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સાથે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. વન સ્ટોપ સખી સેન્ટરનાં કેન્દ્ર સંચાલક દ્વારા સેન્ટરમાં ચાલતી પ્રવૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Reporter: admin