પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોને પોતાનુ પાક્કી છત વાળુ મકાન મળી રહે એવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે

જે અંતર્ગત આજરોજ પાદરા ખાતે પાદરા પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પાદરાના વિવિધ ગામો ના એક સાથે 491 જેટલા લાભાર્થીઓને આજરોજ આવાસ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા - જિલ્લા પંચાયત સદસ્યો , સરપંચો, તલાટી કમ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા


Reporter: admin