સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે વડોદરા જિલ્લા કક્ષાના "વિશ્વ દિવ્યાંગ દિવસ"ની ઉજવણી દાદા ભગવાન, ત્રિમંદિર, વરણામા ખાતે કરવામાં આવી હતી.

જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ આઠ તાલુકામાંથી ૫૦૦ ઉપરાંત જેટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં રમતગમત, દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય તથા "મારું સપનું" થીમ આધારિત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર એ.આર.પાંડે, જિલ્લા આઈ.ઇ.ડી.કો.ઓર્ડીનેટર અરૂણાબેન પટેલ, બીઆરસી કો. ઓર્ડીનેટર, નરેન્દ્રસિંહ ઠાકોર,સી.આર.સી પ્રકાશભાઇ ચૌધરી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ ભાગ લેનાર દરેક દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન ઇનામમાં મિલ્ટનના વોટર જગ આપવામાં આવ્યા હતા. વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી વડોદરા જિલ્લાએ બાળકોના મુખ પર અપાર સ્મિત આપીને ઉજવી હતી.આ કાર્યક્રમ સફળ બનાવવામાં વડોદરા જિલ્લાના દરેક તાલુકામાં કાર્યરત આઈ.ઇ. ડી.ના સ્પેશ્યલ એજ્યુકેટર, આઇ. ઈ.ડી.એસ.એસ અને શાળા કક્ષા સ્પે.ટીચર ટીમનો સહયોગ સાંપડ્યો હતો.
Reporter: admin







