News Portal...

Breaking News :

BZ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરો પણ ફસાયા : શુભમન ગીલ, મોહિત શર્મા, તેવટિયાએ પણ રોકાણ કર્યું

2024-12-04 13:01:41
BZ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરો પણ ફસાયા : શુભમન ગીલ, મોહિત શર્મા, તેવટિયાએ પણ રોકાણ કર્યું


અમદાવાદ : ભૂપેન્દ્રસિંહ ઝાલા(BZ)ની માયાજાળમાં દિવસેને દિવસે નવા અપડેટસ આવી રહ્યાં છે,BZ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરો પણ ફસાયા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે.


રોકાણકારોના લીસ્ટમાં ક્રિકેટર્સનું નામ હોવાની માહિતી મળી રહી છે.શુભમન ગીલ, મોહિત શર્મા, તેવટિયાએ પણ રોકાણ કર્યુ હોવાની વાત સામે આવી છે.એક કા ડબલના ખેલમાં ક્રિકેટરોએ પણ નાણાં રોકયા હોવાની વાત સામે આવી છે.10 લાખથી એક કરોડ સુધીનું રોકાણ કર્યાની માહિતી સામે આવી છે,એક્ટર સોનુ સૂદના નામ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે,CID ક્રાઇમે હજુ ક્રિકેટરોના નામ અંગે કોઇ ખુલાસા કર્યા નથી પણ આ માહિતી સૂત્રો તરફથી મળી છે અને અમે પણ નથી કહી રહ્યાં કે ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે આ તમામ સમાચાર સૂત્રો પર જ છે.


અંદાજે 14 હજારથી વધુ લોકોના રૂપિયા આ કૌંભાડમાં ફસાયા હોવાની વાત સામે આવી છે,હવે પોલીસ પણ ચિંતામાં છે કે આટલી મોટી તપાસ કઈ રીતે કરવી.અરવલ્લીના બાયડમાં BZ કંપનીની ઓફિસ પર હવે તાળા લાગ્યા છે.CID ક્રાઈમે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરતા જ તેની ઓફિસોને તાળા લાગી ગયા છે.અરવલ્લીના બાયડમાં આરતીબેન જયસ્વાલ નામના મહિલા BZ કંપનીની ઓફિસના સંચાલિકા છે. મહિલા એજન્ટ આરતી જયસ્વાલના મોંઘીદાટ કાર સાથે તસવીરો વાયરલ થઈ છે. CID ક્રાઈમે કાર્યવાહી કરતા જ છેલ્લા સાત દિવસથી BZની ઓફિસોને તાળા લાગવા લાગ્યા છે.

Reporter: admin

Related Post