વડોદરા : શહેર હોમગાર્ડઝ બાઈક રેલી કપુરાઈ પોલીસ સ્ટેશનથી નીકળી મકરપુરા, માંજલપુર, પાણીગેટ સીટી કુંભારવાડા રાવપુરા નવાપુરા વારસીયા વાડી પોલીસ સ્ટેશન બી ઝોનના તમામ 10 પોલીસ સ્ટેશન મળીને આજે બાઈક રેલી કાઢેલ હતી.

બાઈક રેલી પાણીગેટ, માંડવી, ચાર રસ્તા ભગતસિંહ ચોક, ખંડેરાવ માર્કેટ રહીને કુબેર ભવન સમાપ્ત થયેલ હતી. 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી આજે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જે પછી તા.5ના સ્વચ્છતા અભિયાન રાખેલ છે.

સલાટવાડા બી ઝોન કચેરી ખાતે તથા છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસે રાવપુરા જિલ્લા ઓફિસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે. તા.6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસે રૂટમાર્ચ રાખવામાં આવેલ છે. જેમાં શહેર પોલીસ કમિશનર તથા બાળુ શુક્લા, મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા હાજર રહેનાર છે.





Reporter: admin