મુંબઈ : ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટર્ લાગ્યા છે.
કફ પરેડ વિસ્તારમાં તાજ પ્રેસિડેન્ટ હોટેલની બહાર આ પોસ્ટર્સ લગાવેલા જોવા મળે છે. જ્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય નિરીક્ષકો રોકાયા હતા. ફડણવીસને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.આવતીકાલે તેઓ મુખ્યમંત્રી ના શપથ લેશે.
ત્રણેય પક્ષોના નેતાઓ રાજભવન જશેશિવસેનાના પ્રવક્તા કિરણ પાવસ્કરે જણાવ્યું હતું કે બુધવારે ભાજપ વિધાયક દળની બેઠક બાદ ત્રણેય પક્ષોના નેતાઓ બહુમતનો આંકડો રાજ્યપાલ પાસે લઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે મહાગઠબંધનમાં કોઈ તિરાડ નથી. ભાજપ પાસે સૌથી વધુ સંખ્યા છે. અમે કોઈ મંત્રાલયની વાત નથી કરી રહ્યા. મહાયુતિ એક થઈ ગઈ છે.
Reporter: admin