News Portal...

Breaking News :

તેલંગાણાના ઘણા વિસ્તારોમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ

2024-12-04 10:53:18
તેલંગાણાના ઘણા વિસ્તારોમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ


હૈદરાબાદ: આજે બુધવારે વહેલી સવારે તેલંગાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજી હતી. 


વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેલંગાણાના મુલુગુ જિલ્લામાં સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજધાની હૈદરાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે 7.27 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 40 કિલોમીટર ઊંડાઈએ હતું.


નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક્સ પર પોસ્ટ કર્યું કે “M: 5.3 નો EQ, તારીખ: 04/12/2024 07:27:02 IST, Lat: 18.44 N, Long: 80.24 E, ઊંડાઈ: 40 Km, સ્થાન: મુલુગુ, તેલંગાણા,”હાલ જાનહાનિ અથવા મોટા નુકસાનના કોઈ અહેવાલો નથી. પ્રસાશનપરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે, નિષ્ણાતોએ ભૂકંપ દરમિયાન રહેવાસીઓને સાવચેત રહેવા અને ભીડવાળા અથવા અસુરક્ષિત માળખાથી દુર રહેવાની સલાહ આપી છે.

Reporter: admin

Related Post