વાઘોડિયા : વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે.

વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની ઉજવણી વડોદરાના કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગનો સાથે ઉજવણી કરી છે. પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને રાશન કીટ તેમજ શિયાળાની ઠંડીથી રાહત મળે તે માટે ધાબ્દા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પોતાનો જન્મદિવસ હોવાથી તમામ પ્રજ્ઞાચક્ષુ તેમ જ દિવ્યાંગજનોને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી.

પ્રજા સેવા એ જ પ્રભુ સેવાના પુત્રને સાર્થક કરી બતાવતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓની આ સેવાકીય પ્રવૃત્તિના કારણે જ તેઓ લોકપ્રિય ધારાસભ્યની હરોળમાં આવે છે. પોતાના જન્મદિવસની અનોખી ઉજવણીના કાર્યક્રમમાં પોતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમના સમર્થકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનો સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.







Reporter: admin







