News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના સાવલી ખાતે બેટી બચાઓ,બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

2024-12-04 13:58:30
વડોદરા જિલ્લાના સાવલી ખાતે બેટી બચાઓ,બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો


ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન. જીલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 


વડોદરા જિલ્લાના રણછોડજી મંદિર સાવલી ખાતે "બેટી બચાઓ,બેટી પઢાઓ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ૧૦ ડિસેમ્બર સુધી (INTERNATIONAL DAY FOR THE ELIMINATION OF VIOLENCE AGAINST WOMEN) મહિલા વિરોધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રંસગે મુખ્ય અતિથિ તરીકે બાળ વિકાસ યોજના અધિકારી હાજર રહ્યા હતા.


આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત મહિલા હેલ્પલાઇન ૧૮૧ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિષે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post