News Portal...

Breaking News :

CEIR પોર્ટલ પર નોંધાયેલ ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન રીકવર કરી સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરત

2024-12-04 09:06:19
CEIR પોર્ટલ પર નોંધાયેલ ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન રીકવર કરી સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરત


દેશના નાગરીકોના ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન એક્ટીવ થયેથી જે તે મોબાઇલ ધારકને પોલીસની મદદથી સરળતાથી પરત મળી રહે તે હેતુંથી ભારત સરકાર દ્ધારા CEIR (સેન્ટ્રલ ઇક્વીપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટર) નામે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે. 


જે પોર્ટલ પર પોલીસ તેમજ ફરીયાદી/અરજદાર પોતાનો ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોનનો IMEI નંબર ફરીયાદની કોપી સાથે રજીસ્ટર કરાવી ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન એક્ટીવ થયેથી પોલીસની મદદથી પરત મેળવી શકે છે. જે અનુસંધાને પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ યુનિટ હસ્તકના પોલીસ સ્ટેશનોમાં ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR ( સેન્ટ્રલ ઇક્વીપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટર) પોર્ટલ પર રજીસ્ટર કરાવી તે મોબાઇલ ફોન પૈકી એક્ટીવ થયેલ મોબાઇલ ફોન સત્વરે રીકવર કરી ફરીયાદી/અરજદાર નાઓને પરત આપવા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્ધારા પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટના તમામ થાણા અમલદારઓને ખાસ સુચનાઓ આપી તેઓને સદર કામગીરી સત્વરે પુરી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. 


ઉપરી અધિકારી તરફથી મળેલ સુચના અન્વયે CEIR પોર્ટલના નોડલ અધિકારી ટી.વી.પટેલ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી પ.રે.વડોદરા નાઓ દ્ધારા તેઓ હસ્તકના પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટેશન ખાતે CEIR પોર્ટલની કામગીરી કરતા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી, મોબાઇલ ફોન એક્ટીવ થયેથી લેવાના થતા પગલાઓ અંગે સમજ આપી અત્રેના પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ હસ્તકના પોલીસ સ્ટેશનો દ્ધારા CEIR પોર્ટલ પર કુલ ૬૧૨ મોબાઇલ ફોન ટ્રેસ થઇ આવેલ, જે પૈકી ૪૧૩ મોબાઇલ ફોન રીકવર કરી, ૬૭.૪૮% જેટલી રીકવરીની કામગીરી કરી સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બદલ ગુજરાત સરકાર ના સીઆઈડી ક્રાઇમ અને રેલ્વે વિભાગ તરફથી અધિક પોલીસ મહાનિદેશક ડૉ એસ.પી. રાજકુમાર સાહેબ નાઓ તથા  ટેલિકોમ વિભાગના એડિશનલ ડિરેક્ટર જનરલ અજાતશત્રુ સોમાણી ના વરદ હસ્તે પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટને સન્માન પત્ર તથા મેમોન્ટો એનાયત કરવામાં આવેલ છે. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ વતી ,CEIR પોર્ટલ ના નોડલ અઘિકારી શ્રી ટી. વી. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓ એ સન્માન પત્ર તથા મોમેંટો સ્વીકાર કરેલ છે

Reporter: admin

Related Post