News Portal...

Breaking News :

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક ગમખ્વાર અકસ્માત 3 લોકોનાં કમકમાટીભર્યા મોત

2024-12-04 09:22:59
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક ગમખ્વાર અકસ્માત 3 લોકોનાં કમકમાટીભર્યા મોત


વડોદરા : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ગમખ્વાર ઘટના બની છે. માહિતી અનુસાર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઈ ગઈ હતી. જેમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. 


કારમાં કુલ પાંચ લોકો સવાર હોવાની જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે અન્ય ઘાયલોની હાલત ગંભીર હોવાની જાણકારી છે. ઘટના વિશે જાણકારી મળતાં જ નડિયાદ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એક્સપ્રેસ વેની સહાય ટીમ પણ પહોંચી હતી. 


ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ વે પર મોટાભાગના વાહનો પૂરપાટ ઝડપે જ દોડતા હોય છે. જોકે આ અકસ્માતને પગલે આ હાઇવે અચાનક થંભી ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ત્યારે એક્સપ્રેસ વે હાઈવેની પેટ્રોલિંગ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા ઉકેલી હતી. હાલમાં મૃતકોના મૃતદેહને નડિયાદની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હોવાની જાણકારી મળી રહી છે.

Reporter: admin

Related Post