વડોદરા : મહાનગરપાલિકા ની વડી કચેરી ખાતે દર મંગળવારે લેવાથી રીવ્યુ બેઠક કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં લેવાય હતી

જેમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ તથા નવા કમિશનર ઉત્તર ઝોન વી એમ રાજપુત રીવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સીટી એન્જિનિયર તથા તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા આ રીવ્યુ બેઠકમાં જે સામાન્ય સભાની અંદર સ્મશાન બાબતે બૂમો પડી હતી તેને લઈને અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવ્યા છે, જ્યારે રેવન્યુ ની આવક વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

બીજી તરફ ડ્રેનેજ અને રોડ બાબત કામ કેટલે પહોંચ્યું છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માહિતી મેળવવામાં આવી હતી જ્યારે અગત્યની વાત એ છે કે 12 મી રીવ્યુ બેઠક મળી હતી ત્યારે અધિકારીઓ ખુલ્લા મને ચર્ચા કરી હતી તે જ રીતે આજે પણ ડોક્ટર શીતલ મિસ્ત્રી ગેરહાજર રહેતા અધિકારીઓએ ખુલ્લા મનથી ચર્ચાઓ કરી હતી.


Reporter: admin