News Portal...

Breaking News :

સરકારની લઘુત્તમ પેન્શન વધારવાની તૈયારી: લઘુત્તમ રકમને વધારવાનો પ્રસ્તાવ

2024-12-04 09:10:38
સરકારની લઘુત્તમ પેન્શન વધારવાની તૈયારી: લઘુત્તમ રકમને વધારવાનો પ્રસ્તાવ


દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં પેન્શનમાં કેટલાક બદલાવની સાથે તેને આકર્ષક બનાવવાના પ્રસ્તાવને ધ્યાને લઈને સરકાર વિચારણા કરી રહી છે. 


જેમાં પેન્શનધારકો અને તેમના જીવન સાથીના મૃત્યુ બાદ પેન્શન ફંડમાં જમા રકમ તેમના બાળકોને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, ત્યારે PF એકાઉન્ટ ધારકો માટે ગુડ ન્યૂઝ સામે આવ્યાં છે. જેમાં સરકાર લઘુત્તમ પેન્શન વધારવાની તૈયારી લાગી રહી છે. શ્રમ મંત્રાલય EPF સભ્યોને પેન્શન યોજનામાં જોડાવા અને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રસ્તાવને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જેમાં મંત્રાલય લઘુત્તમ પેન્શનને તર્કસંગત કરવાની તૈયારીમાં છે, જેમાં વર્તમાનમાં 1000 રૂપિયાની લઘુત્તમ રકમને વધારવાનો પ્રસ્તાવ છે. જ્યારે EPF હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને EPS-1995 યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે EPS ફંડમાં તેમનું યોગદાન વધારવાનો વિકલ્પ આપવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.મીડિયા અહેવાલ મુજબ, પેન્શનમાં સુધારા વધારા કરવાના પરામર્શ દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિથી જોડાયેલી પેન્શન યોજનાને આકર્ષક બનાવવાની સાથે-સાથે તેના સદસ્યોની ચિંતાનું સમાધાન કરવાની જરૂરત બતાવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએ થયેલા વિચાર અને વિમર્શ દરમિયાન કહેવામાં આવ્યું છે કે, મોટી સંખ્યામાં EPF સદસ્યોની દ્વિધા છે કે પેન્શન ફંડમાં જમા રકમ પેન્શન લાભ બાદ પરત મળશે નહીં.મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સરકારનો મત સ્પષ્ટ છે કે, પેન્શન કાર્પસની રકમ તેમના સદસ્યોની છે. 


આ ઉપરાંત, એ સ્પષ્ટ કરવાનું રહેશે કે પેન્શન ફંડમાં જમા રકમ ધારકોને પેન્શન મળે અને તેમના મૃત્યુ બાદ પેન્શનનો લાભ પતિ અથવા પત્નીના પરિવારને મળે. જ્યારે પતિ અને પત્ની બંનેના મૃત્યુ થયા પછી પેન્શન ફંડમાં જમા રકમ તેમના નામાંકિત-આશ્રિત બાળકોને તે મળશે.મંત્રાલયનું કહેવું છે કે, EPFમાં આ પ્રકારના ફેરફાર કરવાથી પેન્શન યોજનાને લઈને PF એકાઉન્ટ ધારકોનું આકર્ષણ વધશે. જ્યારે પેન્શનને તર્કસંગત બનાવવાના વિકલ્પને લઈને એક અધિકારીએ કહ્યું કે, શ્રમ મંત્રાલય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન બંને પેન્શનની વર્તમાન લઘુત્તમ રકમની સમીક્ષાના પક્ષમાં છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયના સંદર્ભમાં એક તરફ EPF હેઠળ લોકોને ઉચ્ચ પેન્શન મળવા લાગ્યું છે. બીજી તરફ, વર્ષોની નોકરી પછી પણ કેટલાક લોકોને પેન્શન ઓછું મળી રહ્યું છે. તેવામાં લાંબાગાળાની સેવાને પણ એક ફેક્ટર બનાવાની જરૂર છે, જેનાથી આ પેન્શનને તર્કસંગત બનાવી શકાય.EPF હેઠળ લઘુત્તમ પેન્શન હાલ માત્ર 1000 રૂપિયા મહિના છે. સુધારાઓ હેઠળ તેની સમીક્ષા કરતી વખતે નોંધપાત્ર વધારાની શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે લઘુત્તમ માસિક પેન્શનમાં કોઈ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ મંત્રાલય તરફથી મળેલા સંકેતો અનુસાર તેને સન્માનજનક બનાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post