સીઓલ : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલે મંગળવારે દેશમાં ઈમરજન્સી લાગુ કરી છે. તેમણે માર્શલ લૉની જાહેરાત કરતા કહ્યું કે, ‘વિપક્ષો ઉત્તર કોરિયાના ઈશારે દેશ વિરોધી પ્રવત્તિઓ કરી રહ્યા છે.

વિપક્ષો સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમણે ઉત્તર કોરિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘માત્ર આ જ વિકલ્પ બચ્યો હતો. બંધારણ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મારે આ નિર્ણય લેવો પડ્યો છે. ઈમરજન્સીના કારણે દેશની સરકાર અને લોકશાહી પર શું અસર પડશે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.’રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કર્યા બાદ દેશના અનેક શહેરોમાં હોબાળો મચ્યો છે. દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અનેક ગાડીઓમાં તોડફોડ સાથે આગચંપી કરી છે. પોલીસ અને દેખાવકારો સામેસામે આવી ગયા છે. હાલ દક્ષિણ કોરિયામાં ચોતફ ભારેલા અગ્ની જેવો માહોલ ઉભો થયો છે.યૂન વર્ષ 2022માં રાષ્ટ્રપતિ પદ સંભાળી રહ્યા છે.
જોકે મજબૂત વિપક્ષ હોવાના કારણે યૂનો પોતાની નીતિઓ લાગુ કરવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી તરફ રાષ્ટ્રપતિની પત્ની વિરુદ્ધ કૌભાંડનો આક્ષેપ કરાયો છે, જેની તપાસ કરવા માટે વિપક્ષે માંગ કરી છે. રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે તેમની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી બજેટ બિલ પર કોઈ સમજૂતી થઈ શકી નથી.વિપક્ષની માંગ છે કે, રાષ્ટ્રપતિની યૂન કૌભાંડ મામલે તેમની પત્ની અને અધિકારીઓની તપાસ કરાવે, જોકે યૂનોએ વિપક્ષની માંગ ફગાવી દીધી હતી. આ જ કારણે વિપક્ષો તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ઈમરજન્સીની જાહેરાત બાદ ડેમોક્રેટિક પાર્ટીએ તેના સાંસદોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. 1980 બાદ દક્ષિણ કોરિયામાં પ્રથમ વખત માર્શલ લો જાહેર કરાયો છે. લશ્કરી કાયદો લાદવાના વિરોધમાં દક્ષિણ દક્ષિણ કોરિયાની સંસદની બહાર એકઠા થયેલા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
Reporter:







