News Portal...

Breaking News :

શહીદ કેપ્ટન અંશુમન સિંઘ કીર્તિ ચક્ર એનાયત કરાયો

2024-07-06 18:27:41
શહીદ કેપ્ટન અંશુમન સિંઘ  કીર્તિ ચક્ર એનાયત કરાયો





નવી દિલ્હી :ભારતીય સૈનિકોની બહાદુરીના કિસ્સાઓ પણ સાંભળતા હોય છે. આવો જ એક કિસ્સો છે શહીદ કેપ્ટન અંશુમન સિંઘનો, જેમણે પોતાના સાથી સૈનિકોના જીવ બચાવવા માટે પોતે વિરગતી પ્રાપ્ત કરી હતી. હવે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા તેમને સન્માન આપવા માટે કીર્તિ ચક્ર એનાયત કરાયો છે. કેપ્ટન અંશુમન વતી તેમની પત્ની સૃષ્ટીસિંઘે આ સન્માન હાંસલ કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર સૌ કોઇ ભાવુક થઇ ગયા હતા. 



સિયાચિન ગ્લેશિયરમાં 19 જુલાઇ 2023ના રોજ રાત્રે લગભગ 3.30 વાગ્યે ભારતીય સૈન્યના બારૂદ રાખેલા બંકરમાં આગ લાગી ગઇ હતી. જેના લીધે ઘણા ટેન્ટ પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને આ દરમિયાન ભારતીય સૈનિકો આગમાં ઘેરાઇ ગયા હતા. તે સમયે ત્યાં કેપ્ટન અંશુમન પણ તૈનાત હતા. આવા કપરા સમયે તેમણે બહાદુરી બતાવી તેમના સાથીઓનો જીવ બચાવ્યો હતો. તે સમયે તેઓ આગથી ઘેરાયેલા બંકરમાં ઘૂસી ગયા હતા અને પોતાના ચાર સાથીઓને સુરક્ષીત બહાર કાઢી લાવ્યા હતા. પરંતુ પોતે ગંભીર રીતે દાઝ્યા હતા, આ દરમિયાન તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરી સારવાર માટે ચંડીગઢ લઇ જવામાં આવ્યા હતા જ્યાં કેપ્ટન અંશુમન સિંઘે વિરગતી પ્રાપ્ત કરી હતી.
.


કેપ્ટન અંશુમન સિંઘ ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી હતા.
શહીદ થયાના પાંચ માસ પહેલા જ તેમના લગ્ન થયા હતા.
કેપ્ટન અંશુમન સિંઘની પત્ની સ્મૃતિ સિંઘ પોતે ઇન્જિનિયર છે અને નોઇડાની એમએનસીમાં કામ કરે છે.
તેમના પિતા રવિ પ્રતાપ સિંઘ પણ ભારતીય સેનામાં જેસીઓ રહી ચુક્યા છે

Reporter: News Plus

Related Post