MSUના વિદ્યાર્થીઓ ની સમસ્યા રોજ રોજ નવું સ્વરૂપ લે છે જે શરમજનક છે. એમ.એસ. યુનિવર્સિટી ની હોસ્ટેલ મેસ ફી ને ફરજીયાત કરવાના વિરોધ માં આંદોલન કરનાર વિધાર્થીઓ પર વાઈસ ચાન્સેલરના આદેશ પ્રમાણે રાયોટિંગનો ગુનો દાખલ કરવા નો નિર્ણય તદ્દન ખોટો છે અને તેની અસર વિધાર્થીઓ ના ભવિષ્ય પર પડી શકે એમ છે .
આ અંગે સાંસદ ડો. હેમાંગ જોશી એ નારાજગી વ્યક્ત કરતા ક્યુ હતું કે આ બાબતે વીસીએ શાંત થઇ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈતો હતો. સાંસદે તેમનું નામ લીધા વગર કહ્યું કે આ નિર્ણય ખોટો છે .વિદ્યાર્થીઓ આવનાર નવી પેઢી ને ને દેશ નું ભવિષ્ય આ વિદ્યાર્થીઓ છે માટે આ રીતે વિદ્યાર્થીઓ ને ડરાવવા કે ધમકાવવા ન જોઈએ, વાઈસ ચાન્સેલર નું નામ લીધા વગર સાંસદે કહ્યું કે એમાં વિવેક બુદ્ધિ વાપરવાની જરૂર હતી .
આવી નાની વાતો માટે ૨૦૦ વિધાર્થીઓ પર રાયોટીંગ નો ગુનો દાખલ કરવાની જરૂર નથી. આ કોઈ ગુનેહગાર નથી દેશ નું ભવિષ્ય છે, માટે આ નિર્ણય ન લેવો જોઈએ અને બુદ્ધિ થી આનો ઉકેલ લાવવો જોઈએ વધુ માં તેમને ભરોષો બતાવતા કહ્યું હતું કે મને પોલીસ કમિશનર અને ગૃહ રાજ્ય મંત્રી પર ભરોસો છે, અને વિધાર્થીઓ સાથે કઈ ખોટું પગલું નહિ લેવાય .
Reporter: News Plus