સાવલીની મંજુસર જીઆઇડીસી માં આવેલી રાજ ફિલ્ટર નામની કંપનીમાં કામદારોના આંગળા કપાઈ જવાના પ્રકરણમા વધુ ત્રણ કામદારો એ મંજુસર પોલીસ મથકમાં કંપની વિરુદ્ધ નિવેદન નોંધાવ્યાલ. કુલ ૧૮ થી વધુ કામદારો ન્યાય મેળવવા માટે મંજુસર પોલીસ મથકે પહોંચ્યા.
મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર કંપની વિવિધ પ્રકારના ફિલ્ટર બનાવે છે અને તૈયાર થયેલા ફિલ્ટર કાઢતી વેળાએ ટેકનિકલ ફોલ્ટ ના કારણે કામદારોના હાથ અને આંગળા કપાઈ જાય છે. પણ ઈજાગ્રસ્ત ને કંપની દ્વારા વળતર કે અન્ય સહાય ન ચૂકવતા ગરીબ કામદારો એ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા.ફરીયાદી જુવાનસિંહ ગોહિલ ની ફરિયાદના આધારે અસરગ્રસ્ત કામદારો પોલીસ મથકે જઈને નિવેદનો નોંધાવવા લાગ્યા હતા.આટલી મોયી દુર્ઘટનામાં ફેક્ટરીને લગતી વિવિધ સંસ્થાઓ અને અધિકારીઓની લાપરવાહી અને નિષ્ક્રિયતાનો વરવો કિસ્સો સામે આવ્યો.
મંજુસર પોલીસે કંપની સત્તાવાળા અને સંબંધીત વિભાગને સમજપત્ર પાઠવીને જવાબ આપવા માટે જાણ કરી હતી.હાલ મળતી માહિતી પ્રમાણે આશરે 50 જેટલા કામદારો આ કંપનીમાં પોતાના અંગ ગુમાવી ચૂક્યા છે 25 થી વધુ પરપ્રાંતીય કામદારો પોતાના વતનમાં પાછા જતા રહ્યા છે . ન્યાય ની આશાએ પોલીસ સ્ટેશન માં રોજ કામદારો આવવા લાગ્યા.ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને કંપની સત્તાવાળા સામે પ્રશ્નો ઊભા થયા
Reporter: