- ભાજપાના આઈ ટી સેલે તમામ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ શરુ કર્યો
- ઉમેદવાર મતદાર સુધી પહોંચે કે ન પહોંચે મોદીનો સંદેશ પહોંચી રહ્યો છે
લોકસભાની ચૂંટણી માટે હાઈટેક પ્રચારનો પ્રારંભ થઇ ગયો છે. ખાસ કરીને ભાજપા દ્વારા આ હાઈટેક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપાનું આઈ.ટી.સેલ એલર્ટ થઇ ગયું છે. અને ઉમેદવાર ભલે મતદાર સુધી ન પહોંચી શકે પરંતુ ભાજપ અને મોદીનો સંદેશ અચૂક મતદાર સુધી પહોંચી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં પણ ડિજિટલાઇઝેશન આવી ગયું છે. પક્ષ દ્વારા મહત્તમ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભાજપ દ્વારા સોશ્યલ મીડિયા તેમજ આઈ.ટી. સેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ઉમેદવાર મતદાર સુધી પહોંચે કે ન પહોંચે તમામ મતદારોને આઇટી સેલ દ્વારા ફોન કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આઈ.ટી. સેલના કાર્યકરો હાલમાં ઓફિસમાં બેઠા બેઠા ફોન ઘુમાવી રહ્યા છે અને તેમાં એક રેકોર્ડેડ મેસેજ મુકવામાં આવ્યો છે જેમાં ભાજપાને વોટ આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ ચૂંટણી ભાજપા નરેન્દ્ર મોદીના નામે લડી રહી છે જેથી ઉમેદવાર મતદારોને રીઝવે કે ન રીઝવે મોદીનો સંદેશ મતદારોને રીઝવવામાં અકસીર સાબિત થશે તેમ માનીને આ હાઈટેક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
Reporter: