કેન્દ્ર મંત્રી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય .તો કોઈ પણ રાજકીય નેતાઓને સંખેડા તાલુકાના રામપુરા કઠોલી ગામ પછી ચમરવાડા ગામે પણ પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં એક જાહેરસભામાં લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ ઉપર કરેલી અભદ્ર ટિપ્પણી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા ઘણા દિવસતી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે.ટીકીટ રદ કરવા બાબતે મૃતપાય અવસ્થા મોવડી મંડળે પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી ઉપર રો પૂર્ણવિરામ મુકી દેતા રૂપાલાએ ફરી પ્રચાર ઝુંબેશ શરૂ કર્યો હતો ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકે-તાલુકે અને ગામડે- ગામડે રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરુધ્ધ મતદાન કરવાના સોગંદ લીધા છે અને સોગંદ લેતા હોય તેવાવીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
ત્યારે સંખેડા તાલુકાના રામપુરા કઠોલી ગામ પછી ચમરવાડા ગામે પણ લાગ્યા બેનર સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધને લઈને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ચમરવાડા ગામે પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર પ્રવેશ બંધી
Reporter: