અભયમ 181 હેલ્પલાઇનમાં પતિથી ત્રસ્ત પીડિત મહિલાએ મદદ માંગી હતી. જેમાં પતિ-પત્ની પાસે નશો કરવા પૈસા માંગતો હતો અને પૈસા ના આપતા મહિલા સાથે મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકી ઘરનો દરવાજા બંધ કરી દેતા અભયમની મદદ માંગી હતી.
નશો કરવામાં પૈસા ઉડાડે છે એવો મહિલાનો કોલ મળતાની સાથે જ તાત્કાલિક 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પીડિત મહિલાનું અસરકારક કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલા ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરીને પોતાનો અને અઢી વર્ષની દીકરીનો તમામ ખર્ચ પૂરો પાડે છે. મહિલાના પતિ 8 હજારના પગારમાં નોકરી કરે છે. જે બાઈકનો હપ્તો અને નશો કરવામાં પૈસા ખર્ચ કરે છે.
પત્નીએ પૈસા આપવાની ના પાડતા ઝઘડો કર્યોપતિ ઘરની કોઈ પણ જરૂરિયાતો પૂરી કરતા નથી. તેઓ ઝઘડો કરી મહિલા પાસે નવા કપડાં માંગતા મહિલાએ કપડાં પણ લઈ આપ્યા હતા તેમજ બાઈકના પેટ્રોલ માટે પણ પત્ની પાસે પૈસા માંગે છે. સાથે પિતાની જમીનનો ભાગ પડાવવા પોતાની માતા સાથે ઝઘડો કરે છે અને નશો કરી ઘરમાં તોડફોડ કરે છે. પતિએ પત્ની પાસે પૈસા માંગતાં પત્નીએ પૈસા ના આપતા પત્ની સાથે મારપીટ કરી પત્ની અને માતાને ઘરમાંથી બહાર કાઢી ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને જો ઘરમાં આવશે તો માર મારવાની ધમકી આપે છ
પીડિત મહિલાએ 181ની મદદ માંગી હતી. અભયમની ટીમે બંને પક્ષની વિગત જાણ્યા બાદ મહિલાના પતિને સમજાવેલ કે, જમીન હજી તમારા માતાના નામે પણ થઈ નથી. જેમાં તમારા ફોઈ અને ભાઈ બહેનનો પણ ભાગ પડશે. જમીનના ભાગ પડાવવા માટે બધાની સહમતી જરૂરી છે. આ માટે માતા સાથે જમીન બાબતે ખોટા ઝઘડા કરવા નહીં. માતા સાથે મારપીટ કરવી નહીં અને અપશબ્દ બોલવા નહીં. ઘરમાં પિતા નથી ત્યારે માતા પત્ની અને દીકરીની તમામ જવાબદારી અને જરૂરિયાતો તમારે પૂરી કરવાની હોય છે. તેના બદલે નશો કરી તેમની સાથે મારપીટ કરો છો, જે કાયદાકીય રીતે ગુનો બને છે. હવે પછી પત્ની પાસે પૈસા માંગવા નહીં અને પત્ની પર હાથ ઉપાડવો નહીં ઘરમાં કોઈ પણ વસ્તુની તોડફોડ કરવી નહીં. વ્યસન બંધ કરી પોતાની જવાબદારી સમજીને નિભાવવી તેવું સમજાવી બંને પક્ષને સમજાવી લખાણ દ્વારા સમાધાન કરાવ્યું હતું.
Reporter: