તાજેતરમાં પેરિસ ફ્રાન્સ ખાતે સંપન્ન થયેલ ઓલિમ્પિક તથા પેરાલિમ્પિક સ્પર્ધાઓના વિશાળ નગરને તમામ ખેલાડીઓને પોત પોતાનાં ધર્મના આસ્થા કેન્દ્રો થી સજ્જ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ ઓલિમ્પિક નગરમાં હિન્દુ ધર્મના આસ્થા કેન્દ્રનું નિર્માણ તથા સંચાલન કરી ખેલાડીઓ ને આધ્યાત્મિક સહાયતા તથા ધ્યાન કેન્દ્ર પુરું પાડવાની જવાબદારી વહીવટી કર્તા ઓ દ્વારા બી એ પી એસ સંસ્થા ને સુપ્રત કરવામાં આવી હતી. પ્રતિદિન સ્પર્ધકો તથા તેમના કોચ વિગેરે લોકો આ આસ્થા કેન્દ્ર ( મંદિર) ની મુલાકાત લઈ આધ્યાત્મિક બળ સાથે માનસિક તનાવ રહિત પ્રફુલ્લિત થઈ સ્પર્ધા માં ભાગ લેવા જતા હતા. તદુપરાંત આ સમયગાળા દરમિયાન જન્માષ્ટમી તથા ગણેશ ચતુર્થી ના ઉત્સવો પણ ધામધુમપુર્વક ઉજવવામાં આવ્યા હતા.આ સ્થળે અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા કૃષ્ણજી, ભગવાન સીતારામ ઉપરાંત ભગવાન શિવ પાર્વતીજીની પ્રતિમાઓને આરતી/ અભિષેક કરી તથા પ્રાર્થના સત્રોમાં સહભાગી થયા બાદ રમતવીરો સ્પર્ધા માં ઝંપલાવતા હતા.
હિન્દ તથા જૈન સ્પર્ધકોને માટે ખાસ પવિત્રતા માટે વ્યક્તિગત આધ્યાત્મિક માર્ગદર્શન તથા સહાયતા પણ આ કેન્દ્ર દ્વારા પુરી પાડવા માં આવતી હતી.ટેબલ ટેનીસ ખેલાડી અર્ચના કામથે સમગ્ર ટીમના સદસ્યોના પ્રતિભાવ ને વાચા આપતા જણાવ્યું હતું કે આ હિન્દુ આસ્થા કેન્દ્રમાંથી મળેલ સેવા, સહાયતા અને સધિયારો અવિસ્મરણીય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રેરણા થી કાર્યરત આ આસ્થા કેન્દ્ર નાત, જાત, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર તમામ માટે ખુલ્લું હોવાથી અન્ય દેશોના અન્ય ધર્મના અનેક રમતવીરો, પ્રશિક્ષકોને માટે પણ સાનંદાશ્ચર્ય સહ આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું હતું.બેલ્જિયમના જ્હોન તેમજ આઈઝેકે જણાવ્યું હતું કે હિન્દ ધર્મ વિશે ઉંડાણપૂર્વક જાણી આનંદ થયો અને હવે તેઓ પણ ફ્રાન્સ માં બનનારા સર્વપ્રથમ શિખરબદ્ધ મંદિરના ઉદધાટનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આર્જેન્ટિના ના કોચ જુઆન જેસીડ, બ્રાઝિલના ફીઝીયો મારીસા માર્કુનાસ જેવા અનેકો ના આકર્ષણરૂપ આ કેન્દ્ર માં હિન્દુ તહેવારો જન્માષ્ટમી તથા ગણેશ ચતુર્થી પણ ભવ્યતા અને દિવ્યતા થી ઉજવાયેલા હતા.પેરિસ ઓલિમ્પિકના શાનદાર સમાપન પરેડ ઓફ ચેમ્પિયન્સ ખાતે ઉપસ્થિત ફ્રાન્સ ના માનનીય પ્રમુખ માર્કોને પણ બી એ પી એસ સંસ્થા ના સ્વયંસેવકો ને મળી પેરિસ માં નિર્માણાધિન બી એ પી એસ મંદિર ની અદ્યતન માહિતી મેળવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી
Reporter: admin