News Portal...

Breaking News :

અફવાઓથી સાવધાન રહેવા ડભોઇ પોલીસની અપીલ

2024-09-19 16:01:15
અફવાઓથી સાવધાન રહેવા ડભોઇ પોલીસની અપીલ


ડભોઇ : શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે સાથે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા પોલીસ જણાવી રહી છે.


ડભોઈ શહેર તાલુકામાં છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ચોરો વાહન લઈને ચોરી કરવા આવે છે ને અફવા અને બૂમો વચ્ચે શહેર અને તાલુકાના યુવાનો પોતપોતાના ફળિયા વિસ્તારોમાં અને ગામમાં હાથમાં લાકડીયો લઈ આખી રાત રાઉન્ડ મારી ઉજાગરા કરે છે જ્યારે કે પોલીસ પણ અફવાને કારણે રાત્રી સમયે દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા જણાવ્યું છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોરી કરવા હથિયારો સાથે ગાડીઓમાં બેસી આવે છે ની વાત વાયુવેગે સમગ્ર શહેર તાલુકામાં પ્રસરી હોવાથી લોકો ડર અને ભયના મારા રાતે ઉજાગરા કરે છે પરંતુ ડભોઇ પીઆઇ કે જે ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવાખોરો  ફેલાવનારને પોલીસ ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને વગર કામના ઉજાગરા કરાવનાર આવા અફવા ખોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 


જ્યારે કે ડભોઇ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે ચોરો આવે છે ની અફવા બજાર થી લોકો ત્રણ ચાર દિવસથી સમગ્ર શહેર તાલુકામાં ઉજાગરા કરે છે ત્યારે આવી અફવાઓથી સાવધાન રહે અને પોલીસનો સંપર્ક કરે આ અગાઉ પણ જાણવા મુજબ 8 થી 10 વર્ષ પહેલા આ પ્રકારની અફવાઓ ફેલાઈ હતી અને લોકોએ એક મહિના સુધી આવા ઉજાગરા કર્યા હતા જેમાં રાત્રી દરમિયાન બહારના લોકો ને જે નિર્દોષ હતા લોકોને માર મારવામાં આવ્યા હતા અને પોલીસે ના છૂટકે આવા લોકો સામે ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી જેથી કરી કોઈ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરવી અને રાત્રી દરમિયાન કોઈ બહારથી અવરજવર કરતા હોય નોકરી જતા હોય આવતા હોય અથવા દવાખાને જતા હોય તેવા લોકોને રસ્તા વચ્ચે રોકવા નહીં કે એમને માર મારવા નહીં તેમ જણાવ્યું હતું.

Reporter:

Related Post