માત્ર થોડીકજ મિનિટો મા બનાવો આ મિલેટસ નો હલવો જે ખાવામાં ખુબ હેલ્થી, ટેસ્ટી અને તાકાત આપે એવો. મિલેટસ ની કોઈ પણ વાનગી શરીરમા આડઅસર કરતી નથી અને શરીરને તંદુરસ્ત રાખે છે. આજે આપણે મિલેટસ નો હલવો કઈ રીતે બને ટે જાણીશું.
2 થી 3 જ્ણ માટે હલવો બનાવા એક કપ શુદ્ધ ઘી, એક કપ ભગર,એક કપ ખાંડ,દોઢ કપ દૂધ, અને થોડા ડ્રાયફૂટ લેવા. સૌપ્રથમ પેહલા એક ચમચી ઘી ને સ્લો ગેસ પર ગરમ કરવા મુકો, થોડું ગરમ થાય એટલે એમાં ડ્રાયફટ લીધેલા સાંતળી દો, ત્યાર પછી ડ્રાયફ્રુટ ને કોઈ એક વાસણમા કાઢીને બીજું ઘી ઉમેરી લ્યો. હવે આ ઘી મા ભગર ને શેકવા દો. સતત ઘી મા ભગર ને હલાવતા રહો અને થોડો કલર બદલાય એટલે એમાં દૂધ થોડું થોડું કરી ઉમેરતા જાઉ. દૂધ જયારે ભગર મા ભળી જાય ત્યારે એમાં એક કપ ખાંડ ઉમેરી મિક્ષ કરો અને એક મિનિટ માટે ઢાંકી દો. ત્યાર પછી આ હલવામાં સાંતડેલું ડ્રાયફટ અને એક ચમચી ઈલાયચી પાવડર ઉમેરી મિક્ષ કરો અને હલવો તૈયાર થઇ જશે. આ ખુબ ઓછા સમયમા બજાર કરતા ટેસ્ટી અને હેલ્થી હલવો તૈયાર થઇ જશે
...
Reporter: admin