News Portal...

Breaking News :

ઇકો કાર માંથી બાળકી પડી જવાના મામલે ચાલકની મકરપુરા પોલીસે ધરપકડ કરી.

2024-06-21 18:39:15
ઇકો કાર માંથી બાળકી પડી જવાના મામલે  ચાલકની મકરપુરા પોલીસે ધરપકડ કરી.


વડોદરા મકરપુરા વિસ્તારમાં તુલસીશ્યામ સોસાયટીમાં એક ઇકો કાર ચાલકની ગાડીમાંથી બે છોકરીઓ પડી જતા એક વિડિયો વાયરલ થયો હતો. 


 જેના મૂળ સુધી ન્યુઝ  પ્લસ ની ટીમ પહોંચી છે. ડ્રાઇવર નું નામ પ્રતીક પડિયાર છે અને માલિકનું નામ જીગ્નેશ જોશી છે ડ્રાઇવરનું કહેવું છે કે પાછળના વિન્ડો ની હેન્ડલ બગડી હતી તેના કારણે છોકરીઓ નીચે પડી હતી વારંવાર ગાડી ના માલિક ને જાણ કર્યા પછી પણ તેને રીપેર કરવામાં નથી આવ્યો હતો કે જેના કારણે બાળકો નીચે પટકાયા હતા.



 નિયમ મુજબ પ્રાઇવેટ પાસિંગ ની ગાડી હોવી જોઈએ ત્યારે ઇકો ના માલિક સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.: મકરપુરા પોલીસ સ્ટેશન ની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી અને તમામ દસ્તાવેજો ચકાસી આગળની કાર્યવાહી હાથ ધરી છે...

Reporter: News Plus

Related Post