લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે ગુજરાતમાંભાજપના સંગઠનનું આખુ માળખું બદલાઈ શકે છે. બે મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવ આવે તેવી શક્યતા જોતાં હવે ગુજરાત ભાજપમાં પણ બદલાવની હિલચાલ શરૂ થશે.
ભાજપના સૂત્રો આવતા જૂલાઈ માસમાં સંપૂર્ણ નવા માળખાની અપેક્ષા રાખી રહ્યા છે. સી આર પાટીલને સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી ચહેરો આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ દરમિયાન ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઈ ગયા હોવાના વાવડ મળ્યા છે. તેઓ આવનારા દિવસોમાં અમિત શાહ સાથે બેઠક કરશે. તેમની સાથે ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ પણ હાજર હશે. ભાજપના સંગઠન મહામંત્રી પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે. ભાજપના સાઈડલાઈન થયેલા સિનિયરોના મનમાં આ ચૂંટણી પરિણામોને લઈને કચવાટ ઊભો થયો છે. ભાજપના સંગઠનમાં ચાલી રહેલા કલેશ ને નિવારવા માટે સંગઠન સાથે જોડાયેલા સિનિયર નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવા જોઈએ તેવો મત તેઓ વ્યક્ત કરી રહ્યા છે. અલબત્ત પ્રમુખ પદ માટે જ્ઞાતિ-જાતિના સમીકરણ જોવાને બદલે લાયકાત જોઈને જ પ્રમુખપદ આપવું જોઈએ તેવો મત વ્યક્ત કરાઈ રહ્યો છે. સંગઠનનું સમૂળગું માળખું બદલવાનો પણ મત અહીં આવે છે
આ સાથે મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને ૫સંદગી કરવાની માગ ઉઠી છે. સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાંક આંશિક ફેરફારો આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ આ કિસ્સામાં પેટાચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને સમાવાશે. આ સિવાય એવી વાત પણ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. સુરત શહેર અને જિલ્લામાંથી ચાર મંત્રીઓ છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે.સુરત શહેર અને જિલ્લામાંથી ચાર મંત્રીઓ છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે.લોકસભાની ચૂંટણીના ચોંકાવનારા પરિણામોને કારણે ભાજપના કાર્યકરોમાં ઘણી નિરાશા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ આવશે. આ પહેલાં પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ પરત ફરે તે માટે સંગઠનમાં બદલાવ જરૂરી છે.
Reporter: News Plus