દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જ આ અઠવાડિયે ગુજરાતમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાત પહોંચશે.
વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતમાં આજે વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું છે.આજે તાપમાન ૩૨° થઈ ૩૮° રહેશે.જો કે, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં હજી પણ ગરમી યથાવત રહેશે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, પુડુચેરી, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં પ્રવેશી ચૂક્યું છે. આ ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ચોમાસાનું આગમન થયું છે.ચોમાસું દક્ષિણ કોંકણના સિંધુદુર્ગ જિલ્લા અને પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે અને તે 9 થી 10 જૂનની વચ્ચે મુંબઈ પહોંચી શકે છે. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં જળસંકટના પગલે ઉનાળા સિવાય ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચોમાસું 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે. તેમજ આ સમયગાળા દરમિયાન જ ચોમાસું છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડમાં પહોંચી શકે છે.અંબાલાલ કાકા ની વાત સાચી પડી છે.11 જુને સુધી વરસાદનું શરૂઆત થશે તે પૂર્વ વડોદરા શહેરમાં આજરોજ ઠંડકનો અહેસાસ થયો છે. વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેમ કે ગઈકાલ રોજ 40 ડિગ્રી સેલ્સિયસ ગરમીનો તાપમાન વચ્ચે આજે સવારથી જ વાતાવરણમાં વાદળછાયેલા ઋતુ જોવા મળ્યું છે.
Reporter: News Plus