ચંડીગઢ એરપોર્ટ પર એક્ટ્રેસ અને નવી નવી સાંસદ ચૂંટાઈ આવનાર કંગના રનૌત ને એરપોર્ટ પર તહેનાત સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌરે લાફો મારી દીધો હતો.
આ ઘટના દરમિયાન એક ભાજપ કાર્યકર્તાએ કંગના ની પાછળ ઉભેલી આ યુવતી ને ધક્કો મારતો સ્પષ્ટદેખાય છે. ત્યારે હવે આ મામલમાં બોલીવૂંડ સહિત અન્ય લોકો ચૂપ કેમ છે? આ બનાવનો VDO વાયરલ થયો છે.હવે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે અને સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીએ આ બાબતો માહિતી આપતા જણાવ્યું હતું કે લાફો મારનાર મહિલા ગાર્ડ માફી માંહી રહી છે, એટલું જ નહીં તે એરપોર્ટ પર જે સ્થાને હતી ત્યાં એણે હોવું જ નહોતું જોઈતું કારણ કે તેની ડ્યૂટી કોઈ બીજી જગ્યાએ હતી, એવું પણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.વરિષ્ઠ અધિકારીએ એ વાત પણ સ્વીકારી હતી કે સુરક્ષામાં મોટી ચૂક થઈ છે અને મેં ખુદ દિલ્હીમાં કંગના રનૌત સાથે મુલાકાત કરી છે અને એમની માફી પણ માંગી છે. આ મામલે મોહાલી પોલીસે કુલવિંદર કૌરની સામે સેક્શન 323 અને 341 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બંને ગુના જામીનપાત્ર ગુના છે.
એક ઇવેન્ટમાં પાપારાઝી સાથે વાત કરતા, અનુપમ ખેરે કહ્યું, "મુઝે અફસોસ હુઆ. પોતાના પદનો ગેરલાભ ઉઠાવનાર મહિલા દ્વારા મહિલા સામે આ પ્રકારની કાર્યવાહી તદ્દન ખોટી છે. આ કાયદાનો અમલ થવો જોઈએ.તે ગુસ્સે પણ છે, હું એમ કહેવા માંગતો નથી કે તે ગુસ્સે થઈ શકે નહીં જેણે આવું કર્યું, પરંતુ તેણે તેના શરીરની સ્થિતિનો લાભ ન લેવો જોઈએ.મને તેનો ખૂબ જ અફસોસ છે. જે રીતે એક મહિલાએ બીજી મહિલાને થપ્પડ મારી હતી. તેણીની સ્થિતિ ખોટી છે, તેણીને ફરિયાદો હોઈ શકે છે, પરંતુ તે તેમની શક્તિનો લાભ લઈને ન થવીજોઈએ.
Reporter: News Plus