News Portal...

Breaking News :

યાત્રાધામ ચાંદોદ ખાતે 10 દિવસ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશાહરા પર્વ ની ઉજવણી.

2024-06-08 11:06:30
યાત્રાધામ ચાંદોદ ખાતે 10 દિવસ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશાહરા પર્વ ની ઉજવણી.


યાત્રાધામ ચાંદોદ ખાતે 10 દિવસ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશાહરા પર્વ ની ઉજવણી થશે પ્રથમ દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતા એ પૂજા આરતી નો લાભ લીધો.


દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 7 જૂનથી 10 દિવસીય ગંગા દશાહરા મહોત્સવ નો ભક્તિસભર પ્રારંભ થયો આ પર્વમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાયંકાળે યોજાતી મહા આરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાત ભરમાંથી રોજે રોજ સેકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લેશે ત્યારે આજે પ્રથમ દિવસે ડભોઇ વિધાનસભા ના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતા એ ચાંદોદ ના વિધવાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી. પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ માં દરવર્ષે ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિશેષ પૌરાણિક મહાત્મ્ય સાથે સંકળાયેલા છે ગંગા મૈયા ના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિવર્ષ ઉજવાતો ગંગા દશાહરા મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવાય છે 


જેઠ સુદ એકમ તા: 7 જૂનથી જેઠ સુદ દશમ તાઃ 16 જૂન સુધી ના દસ દિવસ દરમિયાન ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નદી કિનારે ગંગા દશાહરા પર્વ ભક્તિ ભાવપૂર્વક ઉજવાશે દરરોજ સાંજે 6 કલાકે ભૂદેવોના વેદગાન, મંત્રોચ્ચાર અને પુણ્ય સલીલા નર્મદાજીની મહાઆરતી માં શ્રદ્ધાળુઓ જોડાઈ ને માતાજીને ચુંદડી, દૂધ, કુમકુમ, શ્રીફળ જેવી સામગ્રી અર્પણ કરી હર હર ગંગે ...હર હર નર્મદે...ના નાદ સાથે સ્નાનનો લાભ લઈ કૃતાર્થ થશે આ દશ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં પધારશે સાથે સંતો મહંતો, અગ્રણીઓ-આગેવાનો પણ આ પર્વનો લાભ લેવા ચાંદોદ ખાતે પધારશે

Reporter: News Plus

Related Post