વડોદરા :વડોદરા અને ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ત્યારે તવરા નજીક ભારે પવન કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
વડોદરા શહેરમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું. અકોટા ગામ પાસે બનાવ બન્યો હતો. મૃતદેહ ને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
અકોટા ગામ ધરની પાછળ વાડીમાંથી પાછા ફરતાં શંકર મારવાડી નું નીપજ્યુ મોત થયું હતું.
ડભોઇ તાલુકાના બગલીપુરા ગામમાં એક આધેડ વ્યક્તિ પર વીજળી પડી હતી.
ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે વરસાદના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર બે યુવકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા,જ્યારે 4થી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે.
Reporter: News Plus