નવી દિલ્હી : એક તરફ નવી સરકારના વડાપ્રધાન અને મંત્રીઓ શપથ લઈ રહ્યા હતા, ત્યારે બીજી બાજુ જમ્મુ કશ્મીરના રિયાસી જિલ્લામાં દર્શનાર્થીની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે.
શિવખોડી ગુફા દર્શન કરવા જઈ રહેલી યાત્રાળુઓની બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જો કે ઘટનાની જાણ બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં જાનહાનિ થવાની આશંકા છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ડ્રાઇવરને ઇજા પહોંચતા તેનો સ્ટિયરિંગ પરથી કાબૂ ગયો હતો. આથી બસ ખાડીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તો અન્ય કેટલાક લોકો ગોળીબારથી ઘાયલ થયા છે. તો બસના મુસાફરોને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.
આની પહેલા 4 મેના રોજ પણ પૂંછમાં પણ એરફોર્સના જવાનો પર હુમલો થયો હતો. જેમાં એક શહીદ શહિદ થયો હતો, હુમલાના પાંચ સૈનિક ઘાયલ થયા હતા.
Reporter: News Plus