વડોદરાના ફતેપુરા વિસ્તારના બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના લોક દર્શનના ડેકોરેશનની સાથે ભક્તો શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવશે, ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
વડોદરામાં ભાદરવા સુદ ચોથથી દસ દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું હતું. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમ પૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ઠેર-ઠેર નાના-મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્ધારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. અને લોકોમાં જાગૃતિ આવે તેવી વિવિધ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.
ત્યારે, વડોદરાના ફતેપુરામાં આવેલ બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદા ના લોક દર્શન કરવા માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ બાપ્પા શિવલિંગ પર અભિષેક તો કરશેજ પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે તેમજ અમરનાથ ગુફા નું ભવ્ય લોકદર્શન પણ કરી શકશે. હાલ આ ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Reporter: admin