News Portal...

Breaking News :

ફરતા પશુ દવાખાના દ્વારા વિયાણમાં ગંભીર તકલીફથી પીડાતી ગાયનો જીવ બચાવાયો

2024-09-06 15:12:25
ફરતા પશુ દવાખાના દ્વારા વિયાણમાં ગંભીર તકલીફથી પીડાતી ગાયનો જીવ બચાવાયો


રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી વડોદરા જિલ્લામાં ૧૦ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. 


જે વડોદરા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયું છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના અનખી ગામના રહીશ ગોવિંદભાઈએ ગાયને પ્રસૃતિ પીડા થવાનો કેસ ૧૯૬૨ પર નોંધાવ્યો હતો.આ કોલ મળતા તુરંત જ MVD રામનાથ લોકેશન ના ડો. શાંતિલાલ તથા તેમના પાયલોટ કમ ડ્રેસર ચંદુભાઈ ઘટના સ્થળ પહોંચ્યા હતા.


ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા ગાયને વિયાણની ગંભીર ચૂકો ચાલુ હતી તેમજ પશુ સુતેલી હાલતમાં હતું લોહી પણ પડેલ હતું. બચ્યું ગર્ભમાં ઊંધું ફસાયેલ હતું બે કલાક જેટલી મહા મહેનત બાદ ગયાની સફળ પ્રસૃતિ કરાવી માતા અને બચ્ચાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ ૧૯૬૨ કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા EMRI GREEN HEALTH SERVICES ની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી. વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડો.પંકજ મિશ્રાએ આ કાર્યની સરાહના કરી હતી .

Reporter: admin

Related Post