News Portal...

Breaking News :

GSFC યુનિવર્સિટી દ્વારા નેશનલ સિમ્પોઝિયમ ઓન ઈન્ડિયન નોલેજ સિસ્ટમ્સ (IKS)નું આયોજન કરવામાં આવ્યું

2024-09-06 15:07:25
GSFC યુનિવર્સિટી દ્વારા નેશનલ સિમ્પોઝિયમ ઓન ઈન્ડિયન નોલેજ સિસ્ટમ્સ (IKS)નું આયોજન કરવામાં આવ્યું


GSFC યુનિવર્સિટી દ્વારા આજરોજ એક દિવસીય નેશનલ સિમ્પોઝિયમ ઓન ઈન્ડિયન નોલેજ સિસ્ટમ્સ (IKS)નું આયોજન કરવામાં આવ્યું. 


આ સિમ્પોઝિયમ વિદ્વાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રાચીન વિજ્ઞાન, સાહિત્ય, કળા અને દાર્શનિક પરંપરાઓ સહિત IKSના વિવિધ પાસાઓનું અન્વેષણ કરવા માટે એક મંચ પ્રદાન કરશે . આજના શિક્ષણ ક્ષેત્રમાં IKSનું મહત્વ જ્ઞાન પ્રત્યેના તેના સર્વગ્રાહી અભિગમ, આંતરશાખાકીય અભ્યાસોની ઊંડી સમજણ અને ટકાઉપણું, સાંસ્કૃતિક ઓળખ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં રહેલું છે. સમકાલીન અભ્યાસક્રમમાં IKS નું સંકલન વિદ્યાર્થીઓના શીખવાના અનુભવોને સમૃદ્ધ બનાવી શકે છે, વિવિધ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરી શકે છે અને ભારતના બૌદ્ધિક વારસા માટે આદરની ભાવના કેળવી શકે છે. આ ઇવેન્ટ પરંપરાગત શાણપણ અને આધુનિક શિક્ષણ વચ્ચેના અંતરને દૂર કરવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે, જેથી ભવિષ્યની પેઢીઓ ભારતની પ્રાચીન પરંપરાઓમાં સમાવિષ્ટ ગહન જ્ઞાનની કદર કરે અને તેનો ઉપયોગ કરે.


આ સિમ્પોસિયમ ઓનલાઇન તથા ઓફલાઇન મોડ પર યોજવામાં આવ્યું છે. જે નેટવર્કિંગ, નોલેજ એક્સચેન્જ અને આધુનિક શિક્ષણ અને સંશોધનમાં IKSના એકીકરણને પ્રોત્સાહન આપવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે અને જેનો લાભ મોટી સંખ્યા માં વિધ્યાર્થીઓ તથા અન્યો દ્વારા લેવામા આવશે આ સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન યુનિવર્સિટિ ના પ્રેસિડેન્ટ શ્રી પી કે તનેજા, આઇએએસ (રિટાયર્ડ) દ્વારા કરવામાં આવ્યું. આ સિમ્પોઝિયમ માં શિક્ષણ જગતના આદરણીય વક્તાઓ જેવાકે  પ્રોફેસર વિશ્વજનની સતીગિરી , હેડ- સીએસઆઇઆર, પ્રોફેસર રામકૃષ્ણન, આઈ આઈ એસ- બેંગલોર, પ્રોફેસર અનુપકુમાર , વાઇસ ચાન્સેલર- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટિ , જામનગર, ડૉ પ્રભાકર, આઈ આઈ ટી  , ગાંધીનગર , ડૉ રૂચિકા સિંઘ , કોઓર્ડિનેટર, સ્કૂલ ઓફ હાયર એડ્યુકેશન, આઈ કે એસ ડિવિજન , મિનિસ્ટ્રી ઓફ એડ્યુકેશન, GOI જેવા વક્તાઓ ઉપસ્થિત રહી તેમની આંતરદૃષ્ટિ શેર કરશે અને આંતરશાખાકીય સહયોગને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે યુનિવર્સિટિ ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર જી આર સિન્હા દ્વારા આમંત્રિત સહુ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post