વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીના મોત નિપજવાની ઘટના સામે આવે છે. વીતેલા વર્ષે દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા. મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. તેવી જ ઘટના ફરી એક વખત સર્જાઈ છે. પાલિકા તંત્ર દ્વારા મળેલ માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે પણ ચોક્કસપણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવૃત્તિ હોય તેમ જણાઈ આવે છે સુરસાગર તળાવમાં માછલીઓ નું મરણનું મુખ્ય કારણ શું તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવે છે. સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી છે.
સ્થાનિકો તેમજ જીવ દયા પ્રેમીઓ દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી હોયી શકે તેમ માનવામાં આવી રહ્યું છે, સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવા આવતા લોકો એ પણ મેદાના પદાર્થ માછલીઓ ને ખાવા માટે નાખવા ના જોઈએ.
...
Reporter: News Plus