News Portal...

Breaking News :

શહેરા તાલુકાના ભદ્રાલા ગામના આંબલીયા ફળીયામાં વિજ થાંભલા ઉપર ચઢી વિજ વાયરો બાંધવાનું કામ કરતા આ

2024-05-15 11:24:29
શહેરા તાલુકાના ભદ્રાલા ગામના આંબલીયા ફળીયામાં વિજ થાંભલા ઉપર ચઢી વિજ વાયરો બાંધવાનું કામ કરતા આ


શહેરા તાલુકાના ભદ્રાલા ગામના આંબલીયા ફળિયામાં બનેલ ઘટનાને લઈને મૃતક ભારતસિંહ પરમારના ભત્રીજાએ જણાવેલ કે, બે દિવસ પહેલાં ગામમાં લાઈટ બંધ હતી. જેથી મારા કાકા ઉપર જીઈબી ઓફિસમાંથી ફોન આવેલો કે લાઈટ બંધ છે. તેથી તેને તાત્કાલિક ચાલુ કરવા માટે ગામમાં જવાનું કહ્યું હતું. ત્યારે ગામમાંથી ફોન આવ્યું કે ભારતસિંહ પરમાર વિજ થાંભલો લઈને પડ્યા છે. અમે અમારા પરિવારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા અને તેમને તાત્કાલિક સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

Reporter: News Plus

Related Post