News Portal...

Breaking News :

બોટાદની સગીરાને ધમકી આપતા ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત;

2024-05-15 11:18:56
બોટાદની સગીરાને ધમકી આપતા ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત;


બોટાદ શહેરમાં ગત તા. 11 મેએ સગીરાના પિતાએ યુવકના પિતાને ઠપકો આપતા બોલાચાલી થઈ હતી. જેથી યુવકે તેમજ તેના પિતાએ સગીરાને અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતાં સગીરાને લાગી આવતા ઝેરી દવા પીધી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ જ્યાં સગીરાનું આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે સગીરાને મરવા માટે મજબૂર કરનાર ચારેય શખસો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Reporter: News Plus

Related Post